________________
می ما
૧૨ ચાવીસ જિનનાં વર્ણનું ચૈિત્યવંદન. પદ્મપ્રભુ ને વાસુપૂજ્ય, દોય રાતા કહીએ ચંદ્રપ્રભુ ને સુવિધિનાથ, દો ઉજવલ લહીએ. મલ્લિનાથ ને પાર્વનાથ, દો નીલા નીરખ્યા; મુનિસુવ્રત ને નેમનાથ, દો અંજન સરિખા. સોળે જિન કંચન સમા એ, એવા જિન ચોવીશ; ધીર વિમળ પંડિત તણો, જ્ઞાન વિમલ કહે શિષ્ય. ૩ ૧૩ શ્રી વીસ તીર્થકરના આઉખાનું ચિત્યવંદન. પ્રથમ તીર્થ કર આઉખું, પૂર્વ ચેરાસી લાખ બીજા બઉતેર લાખનું, વીજુ સાયઠ ભાખ. પચાસ ચાલીસ ત્રીશ ને, વીશ દશ ને દોય, એક લાખ પૂર્વ તણું, દશમા શિતલ જોય. હવે ચોરાશી લાખ વર્ષ, બારમાં બઉતેર લાખ, સાયઠ ત્રીસ ને દશનું, શાંતિ એકજ લાખ. કુંથુ પંચાણું હજારનું, અર ચોરાશી હજાર; પંચાવન ત્રીસ ને દશનું, નેમ એક હજાર. પાર્શ્વનાથ સો વરસનું, બહુ તેર શ્રી મહાવીર; એહવા જિન જેવીસનું, આઉ સુણે સુધીર. ૧૪ શ્રી ચોવીસ તીર્થંકરના દેહમાનનું ચિત્યવંદન. પ્રથમ તીર્થ કર દેહ, ધનુષ પાંચસેં માન; પચાશ પચાશ ઘટાડતાં, સો સુધી ભગવાન.