________________
૪૦૪
જીવન કંઈક કહેવા જેવી દશામાં નિર્વાહ કરી શકે છે. આ વિદ્યામાં નિપુણ થનારા ઝડપથી આગળ વધે તેમાં તે નવાઈ જ નથી. પશ્ચિમના જર્મની તથા અમેરીકા વગેરે દેશની અર્વાચીન આર્થિક સરસાઈ એ તેમની પૌલિક વિદ્યાની નિપુણતાને આભારી છે. ભારતની પ્રાચીન ધાર્મિક સરસાઈ જમાં આર્થિક ઈથરતા પણ રહેલી હતી તે સાચી જ્ઞાનનીઅધ્યાત્મ જ્ઞાનની નિપુણતા છે.
૨ જ્ઞાનને સાદા અર્થમાં જાણવાની શક્તિ કહીએ. જ્ઞાન એ આત્માનો જ એક ગુણ છે, તથાપિ દુનિયામાં બધા સરખું જાણનારા નથી. તે સંસારી જીની અપૂર્ણતા બતાવે છે કે જેને આપણે “ક્ષપશમ ની વિચિત્રતાઓ લેખીએ છીએ. એથી કરીને કર્મની પ્રતીતિ દઢતાથી સિદ્ધ થાય છે. કેમકે સુખ વિરૂદ્ધ દુઃખ, શ્વેત વિરૂદ્ધ કૃષ્ણ જન્મ વિરૂદ્ધ મરણ વિગેરેની જેમ ગુણ વિરૂદ્ધ અવગુણ-દેણ છે એ સહેલાઈથી સમજાય છે. જે અવગુણ અર્થાત્ દેવ છે તે કર્મ છે.
૩ કર્મ વરતુ જડ-પુદગલ દ્રવ્ય છે. જેમ સ્ફટિકને મલિન કરવાને ધુળને રવભાવ છે, તેમ આત્માને મલીનકરવું એ કમને સ્વભાવ છે. કમ વસ્તુ બહેલી છે, તથાપિ મન વચન અને શરીરનાં જાદા જાદાં લક્ષણોથી તેનું કંઈક દર્શન થાય છે, જ્યાં સુધી જીવનેએ ત્રણમાંનું એક પણ લાગેલું હોય છે, ત્યાં સુધી તે સંસારી જ હોય છે. સંસાર એ કમ દોષથી દુષિત થયેલા