________________
તે મળે સાધુ તથા શ્રાવકે ૫૦ બોલ કહેવા અને ૩ લેશ્યા ૩ શલ્ય ૪ કષાય એ દશ સિવાય ૪૦ બેલ સાધી તથા શ્રાવિકાઓ કહેવા. ૨૮ પંચ પરમેષ્ટિના અર્થ તથા તેના ૧૦૮ ગુણ,
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પંચ પરમેષ્ટિ છે, તેને કંઇક અર્થ નીચે કહીએ છીએ –
, , , , , - અરિહંત-અરિહંત-અરિ કહેતાં રાગદ્વેષાદિ જે શનું, તેને હંત કહેતાં હણનાર. બાર ગુણે કરી સહિત સમવસરણને વિષે બિરાજમાન વિહરમાન તીર્થકર જે શ્રી અરિહંત તેમને પ્રથમ નમસ્કાર. તેમના બાર ગુણનાં નામ-૧ અશોકવૃક્ષ, ૨ ફૂલની વૃષ્ટિ, ૩ દિવ્યધ્વનિ, ૪ ચામર, ૫ સિંહાસન, ૬ ભામંડલ, ૭ દુંદુભિ, ૮ છત્ર, એ આઠ પ્રાતિહાર્ય હમેશાં ભગવાનની સાથે રહે છે. તે આઠ ગુણ તથા ૯ અપાયાપગમાતિશય ૧૦ જ્ઞાનાતિશય, ૧૧ પૂજાતિશય, ૧૨ વચનાતિશય. | સિદ્ધ-જે સર્વ કમનો ક્ષય કરી લેકના અંતે સિહ શિલા ઉપર પિતાની કાયાને ત્રીજો ભાગ ઉણ કરતાં બે ભાગની અવગાહનાયે બિરાજમાન થયા છે તેવા આઠ ગણે કરી સહિત સિદ્ધ ભગવાનને બીજો નમરકાર, તે આઠ ગુણનાં નામ-1 કેવલજ્ઞાન, ૨ કેવલદર્શન, ૩ અવ્યાબાધ સુખ, ૪ સાયિક સમ્યકત્વ ૫ અક્ષય સ્થિતિ, ૬ અરૂપી, ૭ અગુરૂલધુ, ૮ અનંત બળ.