________________
૩૬૮
શત્રુંજય મહાતમસુણી, નમો શાશ્વતગિરિ સંત. (સ. ૧૧)-૩ ગૌ નારી બાળક મુનિ, ચઉહત્યા કરનાર, જાત્રા કરતા કાર્તિકી, ને રહે પાપ લગાર. જ પદારા લંપટી, ચોરીના કરનાર; દેવ દ્રવ્ય ગુરૂ દ્રવ્યના, જે વળી ચારણહાર ૨૫ ચૈત્રી કાર્તિકી પૂનમે, કરે યાત્રા એણે ઠામ, તપ તપતાં પાતિક ગળે, તાણ દઢશકિત નામ. (સ.૧૨) ૨૬ ભવ ભય પામી નીકળ્યા, થાવરચ્ચા સુત જેહ, સહસ મુનિશું શિવ વર્યા, મુક્તિનિલયગિરિતેહ (સ ૧૩)૨૭ ચંદા સુરજ બેઉ જણા, ઉમા છણે ગિરિ શંગ, કરી વર્ણવને વધાવિયે, પુષ્પદંતગિરિ . સ. ૧૪) ૨૮ કર્મ કલણ ભવજળ તજી ઇંડાં પામ્યા શિવ સત્ર પ્રાણી પદ્મનિરંજની, વંદે ગિરિ મહા પ (સ. ૧૫) ૨૯ શિવવહુ વિવાહ ઓચછવે, મંડપ રચીયે સાર; મુનિવર વર બેઠક ઘણી, પૃથ્વી પીઠ મહાર. (સ.૧૬) ૩૦ શ્રી સુભદ્રગિરિ નમો, ભદ્ર તે મંગળ રૂ૫; જલ તરૂ રજ ગિરિવર તણું, શીશ ચડાવે ભૂપ. (સ. ૧૭) ૩૧ વિદ્યાધર સુર અછરા, નદી શેત્રુંજી વિલાસ; કરતાં કરતાં પાપને, ભજીએ ભવી કૈલાસ (સ. ૧૮) ૩૨ બીજ નીરવાણી પ્રભુ, ગઈ ચાવીશી મોઝાર; તસ ગણધર મુનિમાં વડા, નામે કદંબ અણગાર. ૩૩