________________
દ્રો સુરા નરવરો મળી સર્વ સંગે, જન્માજિક સમરે અતિ ભક્તિ રમે, વિદ્યાધરી સુરવરી શુભ શબ્દ રાગે, સંગીત નાટક કરે નમિનાથ આગે. રાજીમતી ગુણવતી સતી સૌમ્યકારી, જેને તમે તજી થયા મહા બ્રહ્મચારી, પૂર્વે ભવે નવ લગે તુમ સ્નેહ ધારી, હે નેમિનાથી ભગવંત પરોપકારી, સમેત શૈલ શિખરે પ્રભુ પાર્થ સેહે, શંખેશ્વરા અમીઝરા કલિકુંડ મહે; શ્રી અશ્વસેન કુલ દીપક માત વીમા, નિત્યે અચિંત્ય મહિમા પ્રભુ પાર્થ નામા. ૨૭. સિદ્ધાર્થ રાય ત્રિશલા સુત નિત્ય વંદો, આનંદકારક સદા ચરણારવિંદો, જે શાસનેશ્વર તણે ઉપકાર પામી,
પૂજું પ્રભુ ચરણ શ્રી મહાવીર સ્વામી. ૩ શ્રી શત્રુંજયના ૨૧ નામ સંબંધી ખમાસમણ
આપવાના હા. સિદ્ધાચળ સમરૂં સદા, સોરઠ દેશ મોઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. અંગ વસન મન ભૂમિકા, પૂજાગરણ સાર;
૨૮