________________
ચોરાશી લાખ જીવ ખમાયા, પાપ અઢાર દૂર ગમાયા; સિદ્ધિ વધુ મિલવા ઉમાયા, પડિલેહી છેડી નિજ કાયા. મલી.
સાધ્વી અંતર પરખદ રહીયે, બારહ પરખદા સાધુની કહીયે; કાઉસગ્ગ કરીને કાયા દહીયે, સિદ્ધ થાનશું શિવપદ લહીયે. મલ્લી
ઋતુ વસંત ફાગણ સુખદાઇ, શુકલ પક્ષ બારસ અતિ સાસાઈ અરધી નિશા જીમ ભરણી આઈ, તબ મલ્લિ નિજ મુગતિ સિરી પાઈ. મલ્લી
અવિનાશી અવિકાર કહાઈ, પરમ અતીન્દ્રિય સુખ લહાઈ, સમાધાન સરપંગ સહાઈ, પરમ રસ સરવેગ સહાઈ. મલ્લી, - સિદ્ધ બુદ્ધ અવિરૂદ્ધ એ કહીએ, આદિ ન કોઈ એકને લહીએ, મૃગશિર સુદ અગિઆરસ આયા, જિનવચને કરી સહીએ. મલ્લી,
કળશ. સંવત સત્તર, વરસ છપ્પન, આસો માસ ઉદાર એક પ્રતિપદા તિથિ શુકલ પક્ષે, જેસલમેર મોઝાર એ પ્રધાન પાઠક શ્રી કુશલધીરે, ગુરૂએ સાંનિધ્ય કરી; એ સ્તવન કીધે કુશલ લાભે, ધર્મ માર્ગ મનમેં ધરી. ૧
શ્રીમલ્લિનાથજી સ્તવન સંપૂર્ણ.