________________
૨૭૮
- જિનના અતિશય જન્મના ચારરે, સોહે સેવન કાયા સાર, જિનને સૌ કરે જુહારરે, માય બાપને હર્ષ અપારરે.
અનુક્રમે તે જોવા આવેરે દોય કન્યા હરિ પરણાવેરે મહષભ પરણીને નિજ ઘેર આવે રે, ઈંદ્રાણી મુખે ગીત ગાવે રે,
હવે સમય રાજયને જાણીરે, લેવા ગયા જુગલીયા પાણી આભરણ પહેરાવે આણુંરે, હરિ રાજ્ય વ્યાપે અવસર જાણીરે.
જળ લાવ્યા જુગલીયા જામરે, દીઠ નવલે અંગુઠા તામરે, પાણી નાખ્યું. તેણે કામરે, વનિતા નગરી દીધાં નામરે. ૬
ત્યાસી લાખ પૂરવ ઘરબારરે, ત્યાં લગે દેવકર આહારરે, સો પુત્ર દોય પુત્રી હુઈ સારરે, લેકાંતિક કહે થાઓ અણગારરે.
ઢાળ ત્રીજી. જુવો રે રિષભાજી, દીક્ષા લીયે, વૈરાગી વડ વીરાજી; સેય પુત્રને રાજ, જુદાં જુદાં વહેંચીને આપે ધીરે. ૧
દિન પ્રતે દાન એટલું દીએ, આઠ લાખ એક કેડીજી જિનનું તે દાન જે નર લેશે, તેની તે ભવગતિ થોડીજી. ૨
ગોત્રીને જે ભાગજ આપે, સાર્યા વંછિત કાજજી; મણિ મુગલાદિક ધનને છાંડી, લેવા મુગતિના રાજજી. ૩