________________
૨૬૩
મચ્છયુગલ મલ્યા ખાસ, વેદ બોલ વ્યાસ પતરી ભરી જોગણું, વૃષભ હાથે ઘણું એ. ડાબો બોલે સાંઢ, દધિને ભરિયો માટ; ખરડા ખરે એ, સહુ કોઈએ ધરે એ. આગલ આવ્યા જામ, સારંગ ગુઠા તામ; ભેરવ જમણું ભલીએ, દેવ ડાબી ચાલી એ. જમણી રૂપા રેલ, ઠાર બાંધી તિણ વેલ, નીલકંઠ તોરણ કિયે એ, ઉલો અતિ હશે એ. હનુમન દીધી હાંક, મધુરાં બોલે કાક લોક હશે સહુ એ, કામ હોશે બધુ એ. અનુક્રમે ચાલ્યા જાય, આવ્યા પાટણમાંહિ; ઉતારા કિયા એ, શેઠજી આવીયા એ. નિશીભર સુતા યાંહિ, જક્ષ આવીને ત્યાંહિ; સુહણે એમ કહે છે, તે સઘલે સહે એ. તુર્કતણે જઇ ધામ, તું જઈ દેજે દામ, પાંચસે રોકડા એ, તે જ દોકડા એ. દેશે પ્રતિમા એક, પાસતણું સુવિવેક; એહથી તુજ થાશે એ, ચિંતા દૂર જાશે એ. સંભલાવી જક્ષરાજ, તુકભણી કહે સાજ; પ્રતિમા તું દેય એ, પાંચસેં ધન લેયર એ. એમ કરતાં પરભાત, તુરક ભણું કહે વાત, મનમાહે ગહગહે એ, અચરિજ કુણ લહે એ.
' લ૦