________________
૨૫૯
આજ સખી મુજ આંગણે, સુરતરૂ ફળીયે સાર; કષણ જિણેસર વંદિયા, હવે તરિઓરે ભવજળધિ પાર કે. ભેટ ૧૧૯
સોળ અડવીસે આસો માસમાં, શુદી તેરશ કજવાર; અહમદાવાદ નયરમાં, મેંગારે શેત્રુંજા ઉધાર કે. ભ૦ ૧૨૦
વડ તપગચ્છ ગુરૂ ગચ્છપતિ, શ્રી ધનરત્ન સુરિંદ તસુ શિષ્ય તસુ પાટે જયકરૂ, ગુરૂ ગચ્છપતિરે અમરરત્ન સુરિંદ કે, ભેટ ૧૨૧
વિજયમાન પટોધરૂ, શ્રી દેવરત્ન સુરીશ, શ્રી ધનરત્ન સુરીશના, શિષ્ય પંડિત ભાનુ મેરૂ ગણેશ કે. ભેટ ૧૨૨
તસ પદ કમળ ભ્રમરતણે, નયસુંદર દેઆશીષ ત્રિભુવન નાયક સેવતાં, પૂગીરે શ્રીસંઘ જગશકે. ભેટ ૧૨૩
ઇમ ત્રિજયનાયક મુગતિદાયક, વિમળગિરિ મંડણ ધણી, ઉદ્ધાર શત્રુંજય સાર ગાયે, સ્તવ્ય જિન ભગતિ ઘણી ભાનુ મેરૂ પંડિત શિષ્ય દોએ, કર જોડી કહે નર સુંદર પ્રભુ પાય સેવા નિત્ય કરવા, દેઇ દર્શન જયકરો. ૧૨૪
૨૧ શ્રી ગોડી પાર્શ્વનાથ અધિકારે મેઘાશાનું સ્તવન, દુહા-પ્રણમું નિત પરમેસરી, આપ અવિચલ માત; લઘુતાથી ગિરૂતા કરે, તું શારદ સરસત. મુજ ઉપર ભયા કરી, દેજે દોલત દાન; ગુણ ગાઉં ગિરૂઆ તણુ, મહીયલ વાધે વાન.