________________
ભારગ દેખી મુનિવરા રે, વદે દેઈ ઉપયોગ પૂછે કેમ ભટકે ઈહાં રે, મુનિ કહે સાથે વિજોગરે. પ્રાણી ૩ હરખ ભરે તેડી ગયો રે, પડિલાવ્યા મુનિરાજ;. ભજન કરી કહે ચાલીએ રે, સાથે ભેળા કરૂં આજ રે મા. ૪ પગવટીયે ભેળા કર્યા રે, કહે મુનિ દ્રવ્ય એ માર્ગ સંસારે ભૂલા ભમે રે, ભાવ મારગ અપવર્ગ રે. પ્રાણી ૫ દેવ ગુરૂ એલખાવીયારે, દીધે વિધિ નવકાર પશ્ચિમ મહાવિદેહમાં રે પામ્યા સમકિત સાર રે. પ્રાણ૦ ૬ શુભ ધ્યાને મરી સુર હુઓ રે, પહેલા સર્ગ મઝાર; પલ્યોપમ આયુ ચવી રે, ભરત ઘરે અવતારરે. પ્રાણ ૭ નામે મરીચી થોવને રે, સંયમ લીયે પ્રભુ પાસ દુષ્કર ચરણ લહી થયો રે, ત્રિદંડીક શુભ વાસ રે. પ્રાણી૮
તાળ બીછ.
વિવાહવાની દેશી. ને વેષ રચે તેણી વેળા, વિચરે આદીશ્વર ભેળા જળ છેડે સ્નાન વિશેષે, પગ પાવડી ભગવે છે. ૧ ધરે ત્રિદંડ લાકડી હેટી, શીર મુંડણને ધરે ચોટી, વળી છત્ર વિલેપન અંગે, સ્થલથી વ્રત ધરતે રગે. ૨ સોનાની જનેઇ રાખે, સહુને મુનિ મારગ ભાખે, સમોસરણે પૂછે નરેશ, કેઈ આગે હૈશે જિનેશ ૩ જિન જપે ભરતને તામ, તુજ પુત્ર મરીચી નામ