________________
૧૨૪
તત્વ જાણ્યા વિણ નિર્મળ, ચિત્ત સમાધિ નવિ લહિયો,મુ.૧
કઈ અબંધ આતમતત માને, કિરિયા કરતો દિસે, ક્રિયા તણું ફળ કહો કુણ ભોગવે, ઈમ પૂછયું ચિતરિસે.મુ. ૨
જડ ચેતન એ આતમ એકજ, સ્થાવર જંગમ સરિખ દુઃખ સુખ શંકર દૂષણ આવે, ચિત્ત વિચારી જો પરીખ,
મુ. ૩ એમ કહે નિત્યજ આતમતત, આતમ દક્સિણ લને કૃત વિનાશ અકૃતાગમ દ્વષણ, નવિ દેખે મતિહી. મુ. ૪ - સૌગત મતિ રાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણે, બંધ મોક્ષ સુખ દુખ ન ઘટે,એહ વિચાર મન આણે. મુ. ૫
ભૂત ચતુષ્ક વર્જિત આતમતત, સત્તા અલગી ન ઘટે અંધ શકટ જો નજર ન દેખે, તો શું કી જ શકટે. મુ. ૬
એમ અનેક વાદી મત વિભ્રમ, સંકટ પડિ ન લહે; ચિત્ત સમાધતે માટે પૂછું, તુમ વિણ તત કંઈ ન કહે, મુ. ૭
વળતું જગગુરૂ ઈણિ પરે ભાખે, પક્ષપાત સબ ઈડી, રાગદ્વેષ મોહ પખ વર્જિત, આતમરું રઢ મંડી. મુ. ૮
આતમ ધ્યાન કરે જો કે, સો ફિર ઇણ નાવે; વાગજાળ બીજું સહુ જાણે, એહ તત્વ ચિત્ત આવે. મુ૦૯
જિણે વિવેક ધરીએ પખ ગ્રહિએ, તે તત જ્ઞાની કહિયે, શ્રી મુનિસુવ્રત કૃપા કરે તે, આનંદઘન પદ લહિયે. મુ. ૧૦