________________
આમલકી ક્રીડાએ રમતાં હાર્યો સુર પ્રભુ પામીરે; સુણજે નેસ્વામીઆતમરામી, વાત કહું શિર નામીર, વીર૦૨ સુધર્મા સુર લોકે રહેતાં, અમર મિથ્યાત્વે ભરાણા; નાગદેવની પૂજા કરતા, શિર ન ધરી પ્રભુ આરે. વીર૩ એક દિન ઈંદ્ર સભામાં બેઠા, સોહમપતિ એમ બોલે રે, ધીરજ બલ ત્રિભુવનનું નાવે,ત્રિસલા બાલક તેલેરે. વી૦૪ સાચું સાચું સહુ સુર બોલ્યા, પણ મેં વાત ન માનીરે; ફણુંધરને લધુ બાલક રૂપે, રમત રમી છાની. વિ૦૫ વર્ધમાન તમ ધર્મજ મોટું, બળમાં પણ નહિ કાચું રે; ગિરૂઆના ગુણગિરૂઆ ગાવે, હવે મેં જાણ્યું સાચું રે. વિ૦૬ એક મુષ્ટિ પ્રહારે મારે, મિથ્યાત્વી ભાગ્યો જાય, કેવલ પ્રગટે મોહરાયને, રહેવાનું નહિ થાય. વિર૦ ૭ આજ થકી તું સાહિબ મારે, હું છું સેવક તારે રે; ક્ષણ એકસ્વામી ગુણ નવિસાર, પ્રાણથકી તું પ્યારેરે.વી. ૮ મોહ હરાવે સમકિત પાવે, તે સુર વર્ગ સિધાવે રે, મહાવીર સ્વામીનામ ધરાવે, ઈદ્ર સભા ગુણ ગાવેરે. વીર૯ પ્રભુ મલપતા નિજ ઘર આવે, સરખા મિત્રે સોહાવે રે, શ્રી શુભ વીરનું મુખડું દેખી, માતાજી સુખ પાવે. વીર. ૧૦
૫૮ શ્રી મલિલનાથનું સ્તવન મન મોહનજી મલ્લીનાથ, સુણો મુજ વિનતિ; હું તો બૂડો ભદધિ માંહ્ય, પીડા કમે અતિ. મન. ૧