________________
સન્મુખ જુઓને મહારા સાહિબા સાહિબ મનશુદ્ધકર્તુમસેવ, એક વાર મળીને મહારા સાહિબા. -એ આંકણી. ૧ સાહિબ સુખ દુઃખ વાતે હારે અતિ ઘણી, સાહિબ કેણ આગળ કહું નાથ; સાહિબ કેવળજ્ઞાની પ્રભુ જે મળે, સાહિબ તો થાઉં હું રે સનાથ. એક વાર ૨ સાહિબ ભરતક્ષેત્રમાં હું અવતર્યો, સાહિબ ઓછું એટલું પુણ્ય; સાહિબ જ્ઞાની વિરહ પડયો આકરો, સાહિબ જ્ઞાન રહ્યો અતિ ગૂન. એક વાર ૩ સાહિબ દશ દષ્ટાંતે દેહિ, સાહિબ ઉત્તમ કુળ સભાગ સાહિબ પામ્ય પણ હારી ગયે, સાહિબ જેમ રત્ન ઉડાડે કાગ, એક વાર, ૪ સાહિબ ષટસ ભોજન બહુ કર્યા,સાહિબ તૃપ્તિનપામ્યો લગાર; સાહિબ હેરે અનાદિ ભૂલમાં, સાહિબ રઝ ઘણે સંસાર, એક વાર ૫ સાહિબજનકુટુંબમયાઘણું,સાહિબતેને દુઃખી થાય, સાહિબ જીવ એક ને કર્મ જુજુઓ, સાહિબ તેહથી દુર્ગતિ જાય. એક વાર૦ ૬ સાહિબ ધન મેળવવા હું ધસમ, સાહિબ તૃષ્ણાને નાવ્યો પાર; સાહિબ લોભે લટપટ બહુ કરી, સાહિબ ન જોયે પુષ્ય ને પાપ વ્યાપારી એક વાર ૭