________________
90
ગંગા જલમાં જે રમ્યા, કિમ છિલ્લર હે રતિ પામે મરાલ કે, સરવર જલધર જળ વિના, નવી ચાહે હો જગ ચાતક બાળ કે. અજિત ૨ કેકિલ કલ કૂજિત કરે, પામી મંજરી હો પંજરી સહકાર કે ઓછાં તરુવર નવિ ગમે ગિરૂઆશું હો હોયે ગુણને પ્યાર કે. અજિત ૩ કમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદિની હો ધરે ચંદશું પ્રીત કે; ગૌરી ગીરીશ ગિરિધર વિના, નવિ ચાહે હો કમલા નિજ ચિત્ત કે, અજિત ૪. તિમ પ્રભુ શું મુજ મન રમ્યું, બીજા શુંહો નવી આવે દાય કે, શ્રી નયવિજય વિબુધતણે, વાચક જશ હો, નિત નિત ગુણ ગાય છે. અજિત ૫
૩૯ શ્રી સંભવજિન સ્તવન,
મન મધુકર મેહી રહ્યોએ દેશી સંભવ જિનવર વિનતિ, અવધારો ગુણ જ્ઞાતારે; ખામી નહી મુજ ખીજમતે, કદીય હોશો ફલદાતારે. સંભવ૦૧ કર જોડી ઉભો રહું, રાત દિવસ તુમ ધ્યાનરે; જે મનમાં આણે નહી, તો શું કહીએ છાનેરે. સંભવ.૨ ખોટ ખજાને કે નહી, દીજીએ વંછિત દાને રે, કરૂણ નજર પ્રભુજી તણી, વાધે સેવક વાનેરે. સંભવ૦૩ કાલ લબ્ધિ નહિ મતિ ગણે, ભાવ લબ્ધિ તુમ હાથેરે;