________________
પ્રસ્તાવના
જુદી જુદી જાતના પ્રત્યે તેમજ પુસ્તકોમાંથી પ્રાચીન સ્તવનદિઓનો તેમજ ભિન્ન ભિન્ન જાતના અસરકારક ઉપદેશક પદને સંગ્રહ કરી આ પુસ્તક છપાવવામાં આવ્યું છે. જો કે ! આવા પુસ્તક માટે પ્રસ્તાવનાની જરૂર ન હોય છતાં આ પુસ્તકમાં શું શું વિષય છે તે ધમરસીકજનાને જાણવાને માટે આ પુસ્તકની પ્રસ્તાવના લખવી હું ઉચિત માનું છું.
સ્તવનાદિઓમાં આવતા રાગે તથા ભાવાર્થો માણસની આધિ વ્યાધિ અને ઉપાધિ વિગેરેને ભૂલાવી સ્વપરને આનંદ આપનાર તથા આરોગ્યને સારી અસર કરનાર એક ચીજ છે. ગાયક સુંદર રીતે અને સહૃદયતાથી ગાતે હોય ત્યારે આસપાસના અશાન્તિ વાતાવરણને દૂર કરી આનંદમય વાતાવરણ કરી મૂકે છે. હાનાથી તે મહા સુધી દરેકને સંગીત ગાવું અગર સાંભળવું બહુ પ્રિય લાગે છે, પ્રાયઃ સ્થળે સ્થળે સ્તવન સઝાયાદિ સાંભળવામાં એટલાં બધા લેકે શોખીન હોય છે કે ગાયક સારે હોય તો તે પોતાનાં અનેક કામને દૂર કરી સાંભળવામાં અગ્ર ભાગ લ્ય છે, અને ઘણા ખરા લોકોની માગણી પણ પ્રાચીન સ્તવનાદિ પ્રત્યેની હોય છે અને પ્રાયઃ જ્યાં જોઈએ ત્યાં શાસન રસિકોની માગણી પ્રાચીન સ્તવન સઝાયાદિ પુસ્તક માટેની હોય છે, તે તેવા શાસન રસીકેની મનેભિલાષાને પૂર્ણ કરવાને માટે આ અમારી પ્રથમ આવૃત્તિ પુસ્તકાકારે લેક સમક્ષ રજુ થાય છે અને હું એમ ધારું છું કે આ પુસ્તકમાં આવેલા વિષયોનો સંગ્રહ કરવામાં સંગ્રહ કતોનો પ્રયત્ન સાફલ્ય કરવામાં અને બહુ પુસ્તકમાં શોધતાં તરત નહિ મલે એવાં પ્રાચીન સ્તવન સજઝાય તેમજ અનેક વૈરાગ્યમય પદે વિગેરેથી ભરપૂર એવા આ