________________
સમર્પણ પત્રિકા.
જૈનશાસન માન્ય નિષ્કલંક ચારિત્રપાત્ર સુવિહિત નામધેય પરમપૂજ્ય ગુરૂમહારાજશ્રી પન્યાસપ્રવર શ્રી તિલકવિજયજી ગણીવર તથા પૂજ્યપાદુ શાન્તમૂર્તિ નિર્મલ ચારિત્રરત્ન ગુરૂરાજશ્રી મુનિપુંગવ શ્રી બુદ્ધિવિજયજી મહારાજની પવિત્ર સેવામાં– આપશ્રીએ આપના શુદ્ધ ચારિત્ર અને નિર્મલ બ્રહ્મચર્ય તેમજ શુભ જ્ઞાન ક્રિયાદિના પ્રભાવથી સધર્મોપદેશ આપીને અનેક ભવ્ય જેને સમ્યકત્વ રૂપ દેશવિરતિ તેમજ સર્વવિરતિ આદિ પ્રાપ્ત કરાવીને શુદ્ધ શિવમાર્ગે ચડાવવા રૂપ શાસનમાં પરમઉપકાર કર્યો છે અને વર્તમાનમાં પણ તેવીજ રીતીએ સુશીલજીવો સત્વરથી અચલાનંદ રૂપ શિવમાર્ગ તરફ વળે તે માટે આપશ્રીજી ઉઘત છે અને મને પણ - ભોદધિ અસાર સંસાર તરવા જહાજ સમાન પરમ પવિત્ર પરમેશ્વરી પ્રવજ્યા પ્રદાન કરીને આપશ્રીએ મહાન સદુપકાર કર્યો છે. તે સદુપકારનું સ્મરણ કરવા બદલ આ જનપ્રિય પુસ્તક આપશ્રીઓને સમર્પણ કરી મારા આત્માને સુકૃતાર્થ માનું છું.
લી-વિદીય બાલસૃત્ય, શિષ્યાળુ ભુવનવિજય,