________________
[ ૩૯૬
દિવસ પાંચ પ્રહર એક ઘડીથી કંઇક વિશેષ એટલેા કાલ શ્રી જીનધમ વત્તશે.
પછી પ્રલય કાળના વાયરે વાસે, સાત સાત દિવસ સુધી અગ્નિ વિગેરેના વરસાદ થશે, ને સર્વ ચીજનેા નાશ થશે, સિધું નદીના કાંઠે મહાતેર ખીલ છે, તેમાં સર્વ મનુષ્ય અને તિયચા આવીને રહેશે.
ત્યાંની નદીમાંથી માછલાં વિગેરે લાવી ઉની રેતીમાં ભૂંજાયા પછી લાવી ઉદર પૂર્વી કરસે, એવી રીતે છઠા આરાના અંતે એક હાથના શરીરવાળા પુરૂષા વીશ વરસના આયુષ્યવાળા સ્ત્રીનું સાળ વરસનું આયુષ્ય છ વર્ષની સ્રી ગર્ભ ધારણ કરસે, માતા સ્રીના કાંઈ ફેર રહેશે નહીં. એવી રીતના છઠ્ઠા આરા ૨૧૦૦૦ વર્ષના ચાલશે, તેવાજ ૨૧૦૦૦ વર્ષના પહેલા આ ચાલશે, અને આરાના મનુષ્યા તિય સરખા જાણવા.
પછી બીજો આરા બેસશે, તેમાં જાત જાતના સારા મેઘવરશી પૃથ્વી રસકસવાળી ને પ્રફુલીત થશે, મનુષ્યા પણ ધીમે ધીમે સુખી અવસ્થા ભાગવશે, જ્યારે એ બીજા આરાનાં ૨૧૦૦૦ વર્ષ માંહેલા ત્રણ વરસને સાડા આઠ મહીના ખાકી રહેશે, ત્યારે શ્રેણિક રાજાના જીવ પહેલી નરકમાંથી નીકળી ભદ્રારાણીની કુખે પદ્મનાભ નામે પુત્રપણે ઉત્પન થશે, તે શ્રી માહવીર સ્વામીના જેવા ૭૨ વના આયુષ્યવાળા પેલા તીથકર થશે.