________________
[ ૬ ]
શ્રી પાર્શ્વનાથનું ચૈત્યવંદન. જય જય જય શ્રી પાર્શ્વનાથ, સુખ સંપત્તિકારી; અશ્વસેન વામા તણે, નંદન મનહારી. છે ૧ નીલ વર્ણ નવ હસ્ત દેહ, અહિ લંછનધારી; એક વર્ષને આઉખે, વરી લક્ષ્મી સારી. | ૨ | જન્મ ઠામ વારાણસી એ, પ્રત્યક્ષ પરતે દેવ; સાન્નિધ્યકારી સાહિબે, રૂપ કહે, નિત્ય મેવ. . ૩
શ્રી મહાવીર સ્વામીનું ચૈત્યવંદન. વર્ધમાન એવી શમા, ક્ષત્રિય કુળ જાણો; સિદ્ધારથ ત્રિશલા તણે, નંદન સપરાણે. ૧ સુવર્ણ વર્મી સાત હાથ, સિંહ લંછન સહે; વર્ષ બહોતેર આયુ જાસ, ભવિજન મન મોહે. મે ૨ અપાપાએ શિવસુખ લહ્યા એ, વીર જીનેશ્વર રાય, વિનયવિજય ઉવઝાયને, રૂપવિજય ગુણ ગાય. ૫ ૩
બીજનું ચૈત્યવંદન. દુવિધ ધર્મ જેણે ઉપદિશ્ય, ચોથા અભિનંદન, બીજે જમ્યા તે પ્રભુ, ભવદુઃખ નિકંદન. | ૧ | દુવિધ ધ્યાન મે પરિહરે, આદર દેઉ ધ્યાન; એમ પ્રકાણ્યું સુમતિ જિને, તે ચવિયા બીજ દિન. ૨ દેય બંધન રાગ દ્વેષ, તેહને ભવિ તજીએ; મુજપરે શીતલ જિન કહે, બીજ દિને શિવ ભજીએ. | ૩ | જીવાજીવ પદા
* પ્રત્યક્ષ પ્રતાપવાળા–પ્રભાવવાળા.