________________
અથ ચૈિત્યવંદન સંગ્રહ,
શ્રી ત્રાષભદેવ સ્વામીનું ચૈત્યવંદન.
પ્રથમ નમું શ્રી આદિનાથ, શત્રુંજય ગિરિ સહે; નાભિરાય મરૂદેવીનંદ,ત્રિભુવન મન મોહે..૧ લાખચોરાશી વરસ આયુ, સુવર્ણ સમ કાય; રાણી સુનંદા સુમંગળા, તસ કાંત સહાય. છે ૨ . લંછન વૃષભ વિરાજતો એ ધનુષ પાંચસે દેહ વિનીતા નગરીને ધણી, રૂપ કહે ગુણગેહ.. ૩
શ્રી શાંતિનાથ જિન ચૈત્યવંદન. શાંતિકરણ શ્રી શાંતિનાથ, ગજપુર ધણી ગાજે; વિશ્વસેન અચિરા તણ, સુત સબળ દીવાજે. મે ૧ . ચાલીશ ધનુષ કનક વર્ણ, મૃગ લંછન છાજે; લાખ વરસનું આઉખું, અરિજન મદ ભાજે. ! ૨ ચકવતી પ્રભુ પાંચમાં એ, સોલસમા જગદીશ; રૂપવિજય મન તું વ, પૂરણ સકલ જગીશ. મે ૩ છે
શ્રી નેમિનાથ જિન ચૈત્યવંદન. રાજુલ વર શ્રી નેમિનાથ, શામળીઓ સાર; શંખ લંછન દશ ધનુષ દેહ, મન મેહનગારે. ૧ મે સમુદ્રવિજય રાયકુલતિલે, શીવાદેવી સુત પ્યારે; સહસ વર્ષનું આઉખું, પાળી સુખકારે. ૨ | ગિરનારે મુક્તિ ગયા એ, સેરીપુરે અવતાર, રૂપવિજય કહે વાલો, જગજીવન આધાર. ૩ માં
* કુળમાં તિલક સમાન.