________________
[૨૫૦]. ઉપરાછ લક્ષ્મી, મધ્યમ બહુ પરે માણેજી; ગજ ઉપર જે વાનર ચઢિયા, તે હશે મિથ્યાત્વી રાજાજી, જિન ધર્મો વલી શંસય કરતા, મિથ્યામતમાં તાજાજી. મે ૧૪ મર્યાદા લેપે જે સાગર, તે ઠાકુર મુકશે ન્યાયજી; જૂઠા સાચા સાચા જૂઠા, કરશે લાંચ પસાય; જેહ વડેરાં ન્યાય ચલાવે, તેહ કરે અન્યાયજી; કુડકપટ છળ છ ઘરેણાં, કરતા જૂઠ ઉપાય છે. જે ૧૫ મેટે રથે જે વાછડા જીત્યા, તેરમે સુપને નરેશજી; વૃદ્ધપણે સંયમ નહિ લે કઈ લઘુપણે કઈ લેશેજી; ભૂખે પડ્યા દુઃખે ભીડ્યા પણ વૈરાગ ન ધરશેજી; ગુર્નાદિક મુકીને શિષ્ય, આપમતે થઈ ફરસેજી. ૧૬ ઝાંખાં રત્ન તે ચૌદમેં દીઠાં, તે મુનિવર ગુણહીણાજી; આગમગત વ્યવહારને છડી, દ્રવ્યની વૃત્તિ લીણાજી; કહેણ રહેણી એક ન દીસે, હશે ચિત્ત અનાચારજી; શુદ્ધ પરંપર વૃત્તિ ઉવેખે, ન વહે વ્રતને ભારજી. ને ૧૭ મે રાજકુમાર જે વૃષભે ચડિયા, તે માંહેમાંહે નવિ મલશેજી; વિરૂઆં વૈર સગાં સંઘાતે, પરશું નેહ તે ધરશેજી; કાળાગજ બે વઢતા દીઠા, તે માગ્યા મેહ ન વરસેજી, વણજ વ્યાપારે કપટ ઘણેર, તેહી પેટ ન ભરશે. છે ૧૮ છે સોળ સુપનનો અર્થ સુણીને, ભદ્રબાહુ ગુરૂ પાસે, દુઃસમ સમયતણું ફલ નિસુણી, રાજા હૈયે વિમાશેજી; સમકિત મૂલ બાર વ્રત લેવે, સારે આતમ કાજજી, ભવિકજીવ બહુલા પ્રતિબોધ્યા, ભદ્રબાહુ ગુરૂરાજજી. ૫ ૧૯ ૫ ગુણ રાગી ઉપશમ રસરંગી, વિરતિ પ્રસંગી પ્રાણીજી, સાચી સહણા શું પાલે, મહાવ્રત પાંચ સહિનાણીજી, નિંદા ન કરે વદને કેહની, બોલે અમૃત