________________
[૧૯૭] આગમની પરનાલિકા, ઈશ્વરો સુર બાલીકા, વીર નમે નિત્ય કાલિકા.
સુમતિનાથજીની સ્તુતિ. સુમતિ સ્વર્ગદીયે અસુમંતને, મમત મેહ નહીં ભગવંતને, પ્રગટ જ્ઞાન વરી શિવ બાલિકા, તુંબરૂ વીર નમે મહાકાલિકા.
પદ્મપ્રભજીન સ્તુતિ. પદ્મ પ્રભુત છઘા વસ્થા, શિવસો સિદ્ધા અરૂપસ્થા નાણને દંસણ દોય વિલાસી. વીરકુસુમ શ્યામા જીન પાસી.
સુપાર્શ્વનાથજીન સ્તુતિ. અષ્ટ મહા પડિહારસ્યું એ, શોભે સ્વામી સુપાસ, મહા ભાગ્ય અરિહા પ્રભુ એ, સુરનર જેહના દાસ તે ગુણ અતિશય વરણવ્યા એ, આગમ ગ્રંથ મઝાર તે, માતંગ શાંતા સુર સુરીએ, વીર વિઘન અપહાર.
ચંદ્રપ્રભ જીન સ્તુતિ. ચંદ્ર પ્રભમુખ ચંદ્રમા, સખિ જોવા જઈએ, દ્રવ્ય ભાવ પ્રભુ દરિસર્ણ, નિર્મળતા થઈએ; વાણી સુધારસ વેલડી સુણીએ તતખેવ, ભજે ભદંતભૂકટિકા, વીર વિજય તે દેવ. | સુવિધિનાથજીની સ્તુતિ.
સુવિધિ સેવા કરતા દેવા, તજી વિષય વાસના, શિવસુખ દાતા જ્ઞાતા ત્રાતા; હરે દુઃખ દાસના, નયગમ અંગે રંગે ચંગે, વાણી ભવ હારિકા, અમર અજીતા મેહાતીતા, વિર રચે સુતારિકા.