________________
૨૨
“દિક્ષા સમયના જાહેર ચમત્કાર ? જયમલ્લનું નામ “જિતવિજયજી” પડયું, જે આ ચરિત્રના નાયક છે, તેમની દિક્ષા એક રાજાદનિ વૃક્ષ (રાયણ વૃક્ષ.) જે ઘણા વરસથી સુકાઈ ગયેલું, તેના નિચે કરવામાં આવી હતી. તેથી તે દિવસથી રાયણ “નવપલ્લવિત’ બની ગઈ અને બાજુમાં ખારાપાણીને કુવે હતું. તેનું પાણી તેમના કાર્યમાં વપરાશ માટે લીધું હોવાથી તે ખારૂ મટી જઈને “મીઠા પાણી” ને કુવો થઈ ગયો. કહે, આ જમાનામાં આશ્ચર્યકારી પ્રભાવને પ્રતાપ, જિતવિજયજી મહારાજનું બ્રહ્મચર્ય અને અંતરથી જ સાચી ક્રિયાને જ છે. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય જણાવે છે કે આવા અને લગતા તુના દેખાવ દેનાર પુણ્યાત્મા મહા ગિ શાસન પ્રભાવક થાય છે. તે આ કાળે આ સમયે બનેલ ચમત્કાર ઘણું ભારે ગણાય ! વિશેષતામાં એક “ આગાહી ” નો અવાજ બહુ દૂરથી આવતું હોય તેમ ધીમા અવાજને ઘણાએ નિચે મુજબ શ્રવણ કર્યો. તે એ કે- આ યોગી પુરૂષ જિનશાસનમાં પ્રભાવક થશે.” ગુરૂવય જિતવિજયજીના ચોમાસા
તેના અંદર શાસન પ્રભાવક થયેલા શુભકાર્યો.' પૂજ્યપાદ શ્રીમાન ગુરૂવર શ્રી જિતવિજયજી મહારાજાએ દિક્ષા લઈને ગુરૂભકિત માટે ગુરૂ પવવિજ્યજી મહારાજના જોડે ચેમાસા કરીને “ ગુરૂકુળ વાસ ”ને સારે લાભ લીધો છે.
સં. ૧૯૨૬ થી ૧૯૩૫ સુધીના ચોમાસા, આડિસરથી વિહાર કરીને ભીમાસર પધાર્યા પછીના જાણવા. . ૧૯૩૫ થી ૧૯૩૮ સુધી પલાંસવા ગામે થયા. કેમકે ગુરૂશ્રીની અતિવયોવૃદ્ધતાને લીધે વિ હારશકિત મંદ હાઈ બંધ પડી હતી. તેથી તેમની સુશ્રવા માટે