________________
[ ૧૬૪] એકાદશીની સ્તુતિ (રાગ–એકાદશી અતિ રૂડી-એ દેશી. શ્રીનેમિ જિનવર સયલ સુખકર યાદવ કુળ શણગાર, જે કંત રાજુલ નારી કે જન્મથી બ્રહ્મચાર; જે વિશ્વરંજન વાન અંજન શંખ લંછન સાર, એકાદશી દિન પ્રણમીએ જિન શિવદેવી મહાર. ૧છે અગ્યાર પ્રતિમા દેશવિરતિ વહે નિર્મળ ધ્યાન, ચોવીશ જિનવર ભક્તિ કરતાં લહે અમર વિમાન, ઈમ બાર વર્ષે પૂર્ણ કીજે તપ તણે પરિમાણ, એકાદશી દિન સકળ ઉત્તમ જૈન શિવમંડાણ. . ૨ અગ્યાર પાઠાં પુરત ઠવણ પંજણીયું રૂમાલ, તિમ જિનવિભૂષણ વિગત દૂષણ ચાબખી સુવિશાળ; ઈમ ઉજવીયે ને સફળ કીજે મનુજને અવતાર, એકાદશી દિન સુગુરૂ મુખધી સુણે અંગ અગ્યાર. . ૩શિર મુકુટ મંડિત જડિત કુંડળ વિમળતી હાર, થણ જુગલ અંચળ કસિણ કસી કંચુ જિમ જળધાર; અંબિકા દેવી દેવ સેવી ગોમેધ સૂરની નાર, ધીર વિમળ કવિ સુશિષ્ય કહે નય સંઘને સુખકાર. ૪
રહિણીની સ્તુતિ. જ્યકારી જિનવર, વાસુપૂજ્ય અરિહંત, રોહિણી તપને ફળ, ભાખે શ્રી ભગવંત; નર નારી ભાવે, આરાધે તપ એહ, સુખ સંપત્તિ લીલા, લક્ષ્મી પામે તેહ. . ૧ બાષભાદિક જિનવર, રોહિણી તસુવિચાર, નિજ મુખે પ્રકાશે, બેઠી પર્ષદા બાર; રેહિ દિન કીજે, રેહિણીને