________________
[ ૧૦૧] સા; મુજને મૂકી એકલી રે, કેમ શિવમંદિર જાય. સા જે ૭ વીતરાગ ભાવે વર્યા રે, સંજમ લે જિન હાથ સા; શિવમંદિર ભેળાં થયાં રે, અવિચળ બેહને સાથે. સા૦ ૮ વાચક રામવિજય કહે રે, સુણ સ્વામી અને રદાસ સા; રાજુલ જિમ તારી તમે રે, તિમ તારે હું દાસ. સા. એ ૯ છે
શ્રી નેમિનાથ સ્વામીનું સ્તવન
(અંતરથી અમને આજ-એ દેશી.) તરણ આવી કંત, પાછા વળી આ રે, મુજ ફરકે દાહિણ અંગ, તિણે અટકળીઆરે છે ૧ / કુણ જોષી જોયા જોષ, ચુગલ કુણ મીલીઆ રે; કુણ અવગુણ દીઠા આજ, જિણથી ટળીઆ રે. ૨ જાઓ રે જાઓ રે સહીઓ દૂર, શ્યામને છેડો રે પાતળીઓ શ્યામળ વાન, વાલમ તેડે રે. . ૩જાદવ કુળ તિલક સમાન, એમ ન કીજે રે, એક હાસ્ય ને બીજી વાણિ, કેમ ખમીજે રે. ૪ ઈહાં વાયે ઝાઝ સમીર, વીજળી ઝબકે રે, બપૈયે પિયુ પોકાર, હઈડું ચમકે રે. . પ . ડરપાવે ૧દાદુર શોર, નદીઓ *માતી રે; ઘન ગજારવ ઘેર, ફાટે છાતી રે. છે ૬ હરિતાંશુક પહેર્યા તાંહિ. નવરસ રંગે રે; બાવલીયા નવરસ હાર, પ્રીતમ સંગે રે. . ૭ મેં પૂર્વે કીધાં પાપ, તાપે દાધી રે; પડે આંસુધાર વિષાદ, વેલી
૧ દેડકાંઓના શબ્દ. ૨ મદોન્મત્ત. ૩ મેઘ. ૪ લીલી વનસ્પતિ-હરિયાળીરૂપ વસ્ત્ર,