________________
[૬૦] શ્રી વિશસ્થાનક તપ પૂજાના દુહા.
શ્રી અરિહંત પદ પૂજા. પરમ પંચ પરમેષ્ઠીમાં, પરમેશ્વર ભગવાન; ચાર નિક્ષેપે ધ્યાઈએ, નમો નમે જિનભાણુ.
શ્રી સિદ્ધ પદ પૂજા, ગુણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉજાસ; અષ્ઠ કર્મ મળ ક્ષય કરી, ભયે સિદ્ધ નમે તા. ૨
શ્રી પ્રવચન પદ પૂજા. ભાવાભય ઔષધ સમી, પ્રવચન અમૃત વૃષ્ટિ, ત્રિભુવન જીવને સુખકરી, જય જય પ્રવચન દષ્ટિ. ૩
શ્રી આચાર્ય પદ પૂજા. છત્રીશ છત્રીશી ગુણે, યુગપ્રધાન મુણદ; જિનમત પરમત જાણતાં, નમો નમે તેહ સૂરદ ૪
શ્રી સ્થવિર પદ પૂજા. તજી પર પરિણતિ રમણતા, લહે નિજ ભાવ સ્વરૂપ; થિર કરતા ભવિ લોકને, જય જય સ્થવિર અનુપ, ૫
શ્રી ઉપાધ્યાય પદ પજા. બેધ સૂક્ષમ વિણ જીવને, ન હોય તત્વ પ્રતીત; ભણે ભણાવે સૂત્રને, જય જય પાઠક ગીત.
શ્રી સાધુ પદ પૂજા, સ્યાદ્વાદ ગુણ પરિણમે, રમતા સમતા સંગ; સાધે શુદ્ધાનંદતા, નમે સાધુ શુભ રંગ.