________________
moooooooooooooooooooooooooooooooooooo
oooooooooooooo
o
ooooooooom
वच्छिनप्रतियोगिताको वह्नि-अभावः यद्यपि साध्यता-अवच्छेदकधर्मावच्छिन्नप्रतियोगिताको अस्ति । तथापि साध्यतावच्छेदकसंयोगसंबंधावच्छिनप्रतियोगिताको नास्ति । अतो अयमभावो न गृह्यते । तादृशश्च अभावः पर्वते नास्ति एव । पर्वते संयोगेन वह्नः सत्त्वात् । किन्तु स अभावो भूतलादौ । तत्र च धूमाभावस्य वृत्तित्त्वात् भवति लक्षणसमन्वयः इति न अव्याप्तिः ।।
ચાન્દ્રશેખરીયા : પ્રશ્ન : “દ્રવ્ય સન્ધાતુ' અહીં, સાધ્યાભાવવાનુ= દ્રવ્યત્વાભાવવાનું ગુણ-કર્માદિ છે. તેમાં ગુણમાં વિશિષ્ટસત્તાનો અભાવ છે જ. અને તે અભાવનો પ્રતિયોગી વિશિષ્ટસત્તા અને તેનાથી અભિન્ન શુદ્ધસત્તા પણ બને. આમ, લક્ષણ સમન્વય થઈ જતાં અતિવ્યાપ્તિ આવે.
ઉત્તર : સકલસાધ્યાભાવવવૃત્તિ-અભાવપ્રતિયોગિતાવચ્છેદક એવો હેતુતાવચ્છેદક જે ધર્મ હોય, તે ધર્મવાળાપણું એ વ્યાપ્તિ છે. ઉપર દ્રવ્યતાભાવવમાં વૃત્તિ એવા વિશિષ્ટસત્તા-અભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક વિ.સત્તાવ છે. જ્યારે, હેતુતાવચ્છેદક શુદ્ધસત્તાવ છે. એટલે અહીં, પ્રતિયોગિતાવચ્છેદક એ જ હેતુતાઅવચ્છેદક ન મળતા અતિવ્યાપ્તિ ન આવે.
પ્રશ્ન : દ્રવ્યવાભાવવાળા ગુણાદિમાં સંયોગસંબંધથી શુ.સત્તા ન રહેતી હોવાથી તે સંયોગસંબંધથી તો શુ.સત્તાનો અભાવ મળી જાય છે. અને તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક શુ.સત્તાત્વ એ જ હેતુતાનો અવચ્છેદક છે. અને તે ધર્મવાળો તે સત્તા હેતુ છે. એટલે, પાછી અતિવ્યાપ્તિ આવી.
ઉત્તર : અહીં, પ્રતિયોગિતા એ હેતુતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન જ લેવાની. તમે ગુણમાં સંયોગાવચ્છિન્નપ્રતિયોગિતાક એવો સત્તા-અભાવ લીધો. પણ અહીં તો સમવાયસંબંધ હેતુતાવચ્છેદક છે. એટલે, આ સત્તાઅભાવની પ્રતિયોગિતા સમવાયથી અવચ્છિન્ન નથી. એટલે આ અભાવ ન લેવાય. પરંતુ ગુણમાં સમવાયાવચ્છિન્નપ્રતિયોગિતાક દ્રવ્યત્વાભાવાદિ રહે છે તે લેવાય. તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક ધર્મ દ્રવ્યત્વત્વ છે. પણ, સત્તાત્વ નથી. એટલે લક્ષણ ન ઘટતા, અતિવ્યાપ્તિ ન આવે.
પ્રશ્નઃ પર્વતમાં મહાનસીયત્વવિશિષ્ટ એવો વહિન તો નથી જ. એ રીતે, વનિઘટોભય પણ નથી. એટલે, સાધ્યાભાવવાનું તરીકે ભૂતલાદિની જેમ પર્વત પણ આવશે. અને તેમાં તો ધૂમાભાવ ન મળવાથી અવ્યાપ્તિ આવશે.
ઉત્તર : સાધ્યાભાવ એ સાધ્યતાવચ્છેદકધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક જ લેવો. માનસીયવનિ-અભાવ એ તો મહાનસીયવનિત્નાવચ્છિન્ન-પ્રતિયોગિતાક છે. પણ, સાધ્યતાવચ્છેદક-વહિનત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક નથી. માટે તે ન લેવાય. એ રીતે, વનિઘટોભાયાભાવ પણ ઉભયત્નાવચ્છિન્નપ્રતિયોગિતાક હોવાથી તે પણ ન લેવાય. પણ, વનિત્નાવચ્છિન્નપ્રતિયોગિતાક વહિન-અભાવ જ લેવો પડે. એ તો, પર્વતાદિમાં નથી. પણ, હ્રદાદિમાં છે. એટલે, સાધ્યાભાવવત્ તરીકે પર્વતાદિ ન બનતાં અવ્યાપ્તિ ન આવે.
પ્રશ્ન : પર્વતમાં સમવાયથી વનિ નથી. એટલે, પર્વતમાં વનિત્વાવવચ્છિન્ન-પ્રતિયોગિતાક એવો અભાવ પણ મળી જ જાય છે. એટલે, પાછી આવ્યાપ્તિ તો ઉભી જ છે.
ઉત્તર : સાધ્યાભાવ એ સાધ્યતાવચ્છેદકધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક તો લેવાનો જ છે. એ ઉપરાંત, સાધ્યતા વચ્છેદકસંબંધાવચ્છિન્ન-પ્રતિયોગિતાક પણ લેવો. પર્વતમાં સંયોગથી તો વનિનો અભાવ નથી જ. અને વહિનમાનું ધૂમામાં સંયોગ જ સાધ્યતાવચ્છેદક છે. એટલે, સંયોગાવચ્છિન્નપ્રતિયોગિતાક એવો વહિન-અભાવ તો પર્વતમાં ન મળવાથી, સાધ્યાભાવવત્ તરીકે તે પર્વત ન લેવાય. માટે, પૂર્વવત્ ભૂતલાદિ જ મળતા, ત્યાં oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
વ્યાતિપંચક ઉપર ચાન્દ્રશેખરીયા નામની સરળટીકા ૦ ૮૦
o
oooooooooooooooo
o
ooooooooooooooooooooooooooo