________________
असमन्वयात् असंभव: आपतति । किन्तु यदि सकलपदं साध्याभाववत्विशेषणं क्रियते । तहि हदे यद्यपि भूतल-अवृत्ति अभावो नास्ति, तथापि वह्नि-अभावः अस्ति । अतः साध्याभाववत्पदेन हुदोऽपि गृह्यते । एवं सर्वेषां साध्याभाववतां संग्रहः क्रियते । तेषु सर्वेषु धूमाभावस्य सत्त्वात्, लक्षणसमन्वयात् न असंभवादिदोषाक्रान्तत्वम् लक्षणस्य इति ध्येयम् । न च एष पदार्थः स्वमनीषिकया लिखितः । किन्तु अत्र श्रीमद्वामाचरणभट्टाचार्याणां विवृत्तिः अत्र सहायीभूता वर्तते । दृष्टव्यश्च तेषां ग्रन्थः, अत: शंकापङ्काविलं मनः विशुद्धं भवति इति अलं अतिप्रपञ्चेन ।
ચાન્દ્રશેખરીયા પ્રશ્નઃ આમ તો, સકલ શબ્દને સાધ્યાભાવનું વિશેષણ બનાવીએ, તો પણ અતિવ્યાપ્તિ ન આવે. તે આ પ્રમાણે, તમામે તમામ ધૂમાભાવોનું અધિકરણ કોઈ બનવાનું જ નથી. ધારોકે, હૃદ એ ધૂમાભાવનું અધિકરણ ગણીએ. પણ, હૃદમાં અયોગોલક-અવૃત્તિનો અભાવ તો બોલી જ ન શકાય, કેમકે અયોગોલકમાં અવૃત્તિ એવા જલાદિ તો હૃદમાં છે જ. આમ, હૃદમાં અયોગોલક-અવૃત્તિનો અભાવ ન બોલી શકાય. હવે, અયોગોલક-અવૃત્તિ તરીકે તો જલ-ધૂમાદિ ઘણા આવે. એટલે, આ અભાવ એ ધૂમાભાવ પણ ગણી શકાય. આમ, અયોગોલક-અવૃત્તિનો અભાવ એ પણ એક સાધ્યાભાવ બનશે. હૃદમાં ધૂમાભાવ તો છે. પણ, અયોગોલક-અવૃત્તિનો અભાવ=સાધ્યાભાવ તો નથી જ. આમ, હૃદ એ તમામે તમામ સાધ્યાભાવનું અધિકરણ બની શકવાનો જ નથી. એ રીતે, અયો ગોલક એ ધૂમાભાવવાનું ખરું. પણ, હૃદઅવૃત્તિનાઅભાવવાળું નથી, કેમકે, હૃદમાં અવૃત્તિ એવા વહિન વગેરે તો અયોગોલકમાં છે જ. એટલે અયોગોલકમાં હૃદ-અવૃત્તિનો અભાવઃસાધ્યાભાવ મળતો નથી. અહીં, હૃદમાં અવૃત્તિ તરીકે તો ધૂમ વહિન વગેરે ઘણા છે. હૃદ-અવૃત્તિ-અભાવ એ વહિન-અભાવ, ધૂમાભાવાદિ રૂપ ગણાય. અર્થાત્ એ હૃદ-અવૃત્તિઅભાવ એ સાધ્યાભાવ જ છે અને એ અયોગોલકમાં નથી મળતો. આ રીતે, અહીં કોઈપણ પદાર્થ તમામે તમામ સાધ્યાભાવોનું અધિકરણ બનવાનો જ નથી. એટલે, અહીં સકલ એવા સાધ્યાભાવોનું અધિકરણ જ ન મળવાથી, લક્ષણ ન જતાં અતિવ્યાપ્તિ ન આવે. આમ, સકલને સાધ્યાભાવનું વિશેષણ બનાવીએ, તો શું વાંધો? અહીં, ખાસ ખ્યાલ રાખવો કે, હૃદાદિમાં ધૂમાભાવ તો છે જ. પણ, અયોગોલક-અવૃત્તિ-અભાવ નથી. અને અયોગોલક અવૃત્તિ તરીકે ધૂમ-જલાદિ બધા લઈ શકાય છે. પણ, અયોગોલક-અવૃત્તિ-અભાવ એ ધૂમાભાવ પણ બની શકે છે. જે, અયોગોલક-અવૃત્તિ-અભાવ રૂપે હૃદમાં નથી.
ઉત્તરઃ આમ કરવાથી અતિવ્યાપ્તિ તો ન આવે. પણ, અસંભવદોષ જ આવે, કેમકે પછી તો “વનિમાનું ધૂમાતમાં પણ, હૃદમાં વનિ-અભાવ છે. પણ, ભૂતલ-અવૃત્તિનો અભાવ નથી. ભૂતલમાં અવૃત્તિ જલાદિ મળી શકે. અને તે હૃદમાં છે. એટલે હૃદ એ ભૂતલ-અવૃત્તિના અભાવવાળો નથી જ અને ભૂતલ-અવૃત્તિ તરીકે વનિ પણ લઈ શકાવાથી, તેનો અભાવ એ સાધ્યાભાવ પણ ગણાય. અને એ તો હૃદમાં ન મળવાથી હૃદમાં તમામે તમામ સાધ્યાભાવ ન મળવાથી તે સકલસાધ્યાભાવનું અધિકરણ ન ગણાય. પરિણામે અહીં પણ લક્ષણ ન ઘટે. આ રીતે, સર્વત્ર લક્ષણ ન ઘટવાથી અસંભવદોષ જ આવે, માટે જ સકલપદને સાધ્યાભાવનો બનાવતા સાધ્યાભાવવતનું વિશેષણ બનાવેલ છે. એટલે, હૃદાદિ એ તમામ એવા સાધ્યાભાવના અધિકરણ ભલે ન બને. પણ, વહિન-અભાવ સ્વરૂપ સાધ્યાભાવના અધિકરણ તો બને જ. અને, એવા જેટલા અધિકરણો મળે, એ તમામમાં ધૂમાભાવ મળી જવાથી, લક્ષણ સમન્વય થઈ જતાં કોઈ દોષ ન આવે.
આ પદાર્થ મેં મારી સ્વચ્છંદ બુદ્ધિથી નથી લખ્યો. પણ વામાચરણ ભટ્ટાચાર્યની નિવૃત્તિટીકાને અનુસાર o0X2Xoxoxoxoxorkooooooooooooooooooooooooooooooooooooooooooooxcoooooooooooooooooooooooooooooooooooooooooooooooooooxoxoxoxoxoxoxoxoxoxonomino
વ્યાતિપંચક ઉપર ચાન્દ્રશેખરીયા નામની સરળટીકા ૦ ૮૫ oooooooooooooookiooooooooooooooooooooooooooooooooookidoxxooooooooooooooooooooooooooxoxoooooooooooooooooooooooooooooooooooooAxayporati