________________
In પ્રસન્ન રાખવા તેઓ આકાશ-પાતાળ એક કરી નાખતા. એમના અભ્યાસથી 1 It ગુરુમહારાજને ખૂબ પ્રસન્નતા થતી. તેથી એમણે વિચાર્યું કે હું જેટલો વધુ અભ્યાસ કરીશ 1 તેટલા ગુરુમહારાજ વધુ પ્રસન્ન થશે. તેથી રાત્રે સુવુ નથી. ૨૪ કલાક અભ્યાસ કરવો.” ડૉક્ટરની સલાહ લઈ ઊંઘ ન આવે તેવી ગોળીઓ લઈ એક મહિના સુધી સતત એક પણ
મટકુ માર્યા વિના ૨૪ કલાક અભ્યાસ પૂજયશ્રીએ કર્યો હતો. આજે પૂજ્યશ્રીની U A જિનશાસનમાં જે પ્રભાવકતા દેખાય છે તેના મૂળમાં આવો ગુરુસમર્પણભાવ રહેલો છે. તે # પૂજયશ્રી આજે લગભગ ૭૦ જેટલા શિષ્યરત્નોના ગુરુપદે બિરાજમાન છે. પૂજ્યશ્રીનો
બ્રહ્મચર્ય ગુણ અદ્વિતીય છે. કોઈએ ક્યારેય પણ કોઈ સ્ત્રીને એકાંતમાં એમની સાથે વાત ( કરતા પાંચ મિનિટ માટે પણ નહી જોઈ હોય. પ્રભાવક્તાની સાથે એમની અંતરની જાગૃતિ I પણ ઉત્કટ કોટિની છે. તેથી જ તેઓ પ્રભાવકતાથી નિર્લેપ રહી શક્યા છે. A પ્રસ્તુત ભાવાનુવાદ પૂજ્યશ્રીએ એકદમ સરળ ભાષામાં રચ્યો છે. તેથી કોઈ , અધ્યાપકની મદદ વિના પણ અભ્યાસુ પોતે જ એનો બોધ પામી શકે તેમ છે. આ જ ભાવાનુવાદ અતિસંક્ષિપ્ત પણ નથી અને અતિવિસ્તૃત પણ નથી. તેથી વાચકવર્ગ છે. જ સહેલાઈથી તેનો બોધ પામી પોતાની અધ્યયનયાત્રા આગળ વધારી શકે છે. | પ્રાંતે આ ગ્રંથરત્ન ન્યાયાભ્યાસુઓ માટે ખૂબ ઉપયોગી બનશે. કોઈની પણ સહાયતા I વિના માત્ર આ ભાવાનુવાદની મદદથી સામાન્ય નિરુક્તિનો તલસ્પર્શી બોધ તેઓ પામી II ઇ શકશે. સહુ તેના પઠન-પાઠન દ્વારા જિન-આગમોના ઐદંપર્યાથને પામી સ્વપરકલ્યાણને ક સાધે એજ શુભાભિલાષા. P. નાના મોઢે મોટી વાતની જેમ મારું જ્ઞાન ઓછુ છે અને મેં લખી ઘણું જ નાખ્યું છે, પણ 1 તેમાં કંઈ જિનાજ્ઞા વિરુદ્ધ લખાયુ હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્. મ વિ.સં. ૨૦૬૧
લિ. # તા. ૨૫-૮-૨૦૦૫
આ. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો શિષ્યાણ
રત્નબોધિવિજય