________________
વ્યભિચારઘટિતબાધવિષયિતાપ્રયોય જે ઉભયાભાવાધિકરણતા છે તે વ્યાખ્યાઘવગાહિત્વાભાવ (બીજો અભાવ)થી પ્રયોજ્ય છે. એટલે હવે વ્યભિચારઘટિતબાધનું યત્કિંચિત્ વિશિષ્ટાન્તરવિષયતાત્વ વ્યાપક જે શુદ્ધવ્યભિચારવિયિતાત્વ, એનાથી પણ આ ઉભયાભાવાધિકરણતા પ્રયોજ્ય જ બની ગઈ, કેમકે વ્યાપ્ત્યવગાહિત્વાભાવ પ્રયોજ્ય ઉભયાભાવાધિકરણતા તો અન્તઃપાતિ વ્યભિચારવિયિતાત્વ કે શુદ્ધવ્યભિચારવિયિતાત્વ બે ય થી પ્રયોજ્ય જ બની જાય. (હા, જો આ ઉભયાભાવાધિકરણતાને પક્ષે સાધ્યવૈશિષ્યવળાહિત્વાભાવ રૂપ પ્રથમ અંશનો પ્રયોજ્ય કહેત, તો તો તે અન્તઃપાતિ વ્યભિચારવિષયિતાથી જ પ્રયોજ્ય જ બને ભલે વ્યભિચારવિષયિતા=સામાન્યથી ન બનત.) હવે જો વ્યાપ્ત્યવગાહિત્વાભાવ એ વ્યભિચારવિષયિતાત્વ પ્રયોજ્ય બને તો વ્યાપ્ત્યવગાહિત્વાભાવ પ્રયોજ્ય ઉભયાભાવ પણ તેનાથી પ્રયોજ્ય જ બની જાય એટલે અવ્યાપ્તિ આવે.
હવે ઉભયાભાવપ્રયોજકાભાવાધિકરણતા વિશિષ્ટાન્તરવિષયિત્વાપ્રયોજ્ય તરીકે વિવક્ષા કરીએ તો આ અવ્યાપ્તિ ન રહે, કેમકે પક્ષે સાધ્યવૈશિષ્ટ્યાવગાહિત્વાભાવાધિકરણતા તો બાધ અન્તઃપાત્તિ વ્યભિચારવિષયિતાથી જ પ્રયોજ્ય બને પણ તત્અનન્તઃપાતિવ્યભિચાર-વિષયિતાથી પ્રયોજ્ય ન બને આમ તત્વ્યાપક એવા વ્યભિચારવિષયિતાત્વથી ઉભયાભાવનો પ્રથમાંશ અપ્રયોજ્ય જ રહે છે. અને તેથી અવ્યાપ્તિ સંભવતી નથી.
गादाधरी : बाधादिविषयिताप्रयोज्यस्य साध्यादिमत्तावगाहिताविरहस्य सत्प्रतिपक्षादिरूपविशिष्टान्तरविषयताप्रयोज्यत्वनियमादसम्भवः
स्यादित्युभयाभावप्रयोजकाभावे विशिष्टान्तरविषयत्वाप्रयोज्यत्वमनिवेश्य तादृशाभावाधिकरणतायां तन्निवेशः ।
પ્રશ્ન : ભલે તો ઉભયાભાવપ્રયોજક અભાવને જ તાદ્યશવિષયિતા પ્રયોજ્ય કહો ને? તેવા અભાવની અધિકરણતામાં તાદ્યશવિયિતા પ્રયોજ્યત્વ શા માટે કહો છો ?
ઉત્તરપક્ષ : આનું સમાધાન તો પૂર્વે આવી ગયું છે. ફરી જોઈ લઈએ. જો તેમ કહીએ તો સત્પ્રતિ.વિષયક જ્ઞાન બાદ બાવિષયકશાન થયું. તદ્વિષયિતાપ્રયોજય ઉભયાભાવપ્રયોજક અભાવ બને તેમ વિશિષ્ટાન્તરીભૂત સત્પ્રતિપક્ષવિષયિતા પ્રયોજ્ય પણ બને જ કેમકે અભાવ તો એક જ છે. અને તેથી સર્વત્ર અસંભવ આવે.
સામાન્ય નિરુક્તિ ૭ (૧૯૬)