________________
હવે ઘટાભાવ પ્રતિયોગી વ્યધિક૨ણ અભાવ જ નહિ બને. (વળી, વાચ્યત્વ સર્વત્ર રહેલું હોવાથી પ્રતિયોગી વ્યધિકરણ અભાવની જ અપ્રસિદ્ધિ થઈ જશે.)
હવે જો પ્રતિયોગિતાવચ્છેદક અવચ્છિન્ન પ્રતિયોગી વ્યધિકરણ અભાવ લઈએ તો આપત્તિ નથી. કારણ ઘટવૈશિષ્ટ્યવાચ્યત્વત્વાવચ્છિન્ન ઘટવિશિષ્ટવાચ્યત્વ તેના અનધિકરણ ધૂમવાન્ પર્વતમાં સંયોગેન ઘટાભાવ મળવાથી તે લક્ષણઘટક બની જ જાય છે. તેને લઈને લક્ષણ સમન્વય થઈ જશે.
जगदीशी : यत्प्रतियोगित्वावच्छिन्नस्यानधिकरणं हेत्वधिकरणं तत्प्रतियोगिता'वच्छेदकीभूतधर्मो
यद्विशिष्टसम्बन्धिनिष्ठप्रतियोगिव्यधिकरणाभावप्रतियोगितानवच्छेदकस्तत्पारिभाषिकावच्छेदकमित्यस्य निर्दोषत्वात् । घटाभावस्य घटविशिष्टवाच्य. त्वाभावस्वरूपत्वेऽपि तस्य घटत्वावच्छिन्नं यत्प्रतियोगित्वं तदाश्रयव्यधिकरणत्वस्य सुलभत्वादिति ।
પૂર્વપક્ષ : નહિ. અમે કહીશું કે જેની પ્રતિયોગિતાથી અવચ્છિન્ન પ્રતિયોગીનું અનધિકરણહેત્વધિકરણ બને તે પ્રતિયોગિતાવચ્છેદકીભૂત ધર્મ, યવિશિષ્ટસમ્બન્ધિ નિષ્ઠપ્રતિયોગીવ્યધિકરણઅભાવપ્રતિયોગિતાનવચ્છેદક બને તો યદ્ પદ ગૃહીત ધર્મ પારિભાષિક અવચ્છેદક બને.
હવે ઘટાભાવની ઘટનિષ્ઠપ્રતિયોગિતાથી અવચ્છિન્ન ઘટનું અનધિકરણ હેત્વધિકરણ બને છે, માટે ઘટપ્રતિયોગિતાવચ્છેદકીભૂત ઘટત્વ ધર્મ એ યદ્ પદથી લેવાય. ઘટત્વવિશિષ્ટ ઘટસંબંધિભૂતલનિષ્ઠ પ્રતિયોગી વ્યધિકરણ પટાભાવાદિ પ્રતિયોગિતાનવચ્છેદક ઘટત્વ બની જાય, તેથી તે જ અવચ્છેદક બને.
ઘટવિશિષ્ટવાચ્યત્વાભાવ અને ઘટાભાવ ભલે એક હોય પણ વાચ્યત્વાભાવની ઘટત્વાવચ્છિન્ન જે પ્રતિયોગિતા છે. તે પ્રતિયોગિતાનો આશ્રય જે ઘટ, તેને વ્યધિકરણ એવો ઘટાભાવ તો મળી જ જાય છે.
આમ ઘટત્વાવચ્છિન્નપ્રતિયોગિતાશ્રય ઘટનું જ વ્યધિકરણ ઘટાભાવ સુલભતયા મળી જાય છે.
અર્થાત્ ઘટાભાવ, પ્રતિયોગિવ્યધિક૨ણ અભાવ તરીકે પર્વતમાં મળી જાય છે. એટલે પ્રતિયોગી વ્યધિક૨ણ અભાવની અપ્રસિદ્ધ રહેતી નથી.
આ રીતે કાર્ય થઈ જતાં પ્રતિયોગિતાવચ્છેદક અવચ્છિન્નનો મૂલોક્ત લક્ષણનિવેશ બરોબર નથી.
અવચ્છેદકત્વનિરુક્તિ ૧૬૫