________________
पर्याप्तत्वाद्वह्नित्वस्यावच्छेदकत्वं दुर्वारमिति वाच्यम् ।
પૂર્વપક્ષ : વહ્નિત્વની પર્યાપ્તિનું અધિકરણ તે તે વહ્નિ. એમ બધાય વહ્નિ બને અથવા તાર્ણ અને અતાર્ણ ઉભય વહ્નિ બને. તે બધાયમાં તે યાવત્વની કે ઉભયત્વની પર્યાપ્તિ રહેલી જ છે. તેથી સ્વ=વહ્નિત્વસમાનવૃત્તિક પ્રતિયોગિતાવચ્છેદક ઉભયત્વ બની જાય છે. તદનતિરિક્તવૃત્તિત્વ રૂપ વહ્નિત્વ બનતાં તે પ્રતિયોગિતાવચ્છેદક બને એટલે અવ્યાપ્તિ દુર્વાર છે.
जगदीशी : स्वपर्याप्त्यवच्छेदकधर्मावच्छिन्नपर्याप्तिकत्वस्योक्तत्वात् । . वह्नित्वपर्याप्त्यवच्छेदकीभूततत्तद्वह्नित्वावच्छेदेन यावत्त्वादेरपर्याप्तत्वात् ।
ઉત્તરપક્ષ : સ્વસમાનવૃત્તિકત્વ એટલે સ્વપર્યાપ્ત્યવચ્છેદકધર્માવચ્છિન્નપર્યામિકત્વ. . હવે અવ્યાપ્તિ નથી.
વહ્નિત્વની પર્યાપ્તિનો અવચ્છેદક ધર્મ તદ્ઘતિત્વ જ બને. તેનાથી અચ્છિન્ન પર્યાપ્તિ વહ્નિત્વની જ બને. પણ ઉભયત્વની ન બને. કેમકે તદ્ઘતિત્વાવચ્છેદેન ઉભયત્વની પર્યાપ્તિ વહ્નિત્વમાં રહે જ નહિ. ઉભયત્વાવચ્છેદેન જ ઉભયત્વની પર્યાપ્તિ ઉભયમાં રહી જાય. તેમ દરેક વતિમાં તતિત્વ જૂદું રહે છે, કારણ કે તે એક-એકમાં પર્યાપ્ત છે. જ્યારે કોઈ એક વહ્નિમાં યાવત્ત્વ કે ઉભયત્વ પર્યાપ્ત થઈ શકતું નથી. બે ઘટમાં સમવાયથી દ્વિત્વ રહે તો બંને દ્વિત્વ જૂદા જૂદા છે, પણ પર્યાપ્તિ સંબંધથી તો એ પોતાના તમામ અધિકરણમાં એક સાથે રહે. એથી પર્યાપ્તિસંબંધથી તો બે ઘટમાં દ્વિત્વ એકસાથે જ રહેશે. આમ વહ્નિત્વપર્યાપ્તિઅવચ્છેદક-તદ્વહ્નિત્વાવચ્છેદેન ઉભયત્વની (યાવત્ત્વની) પર્યાપ્તિ નથી. માટે વહ્નિત્વસમાનવૃત્તિક પ્રતિયોગિતાવચ્છેદક ઉભયત્વ બની શકતું નથી. ઉભયત્વની પર્યાપ્તિનો અવચ્છેદક ઉભયત્વધર્માવચ્છેદન ઉભયત્વની પર્યાપ્તિ ઉભયમાં રહે એટલે સ્વ = ઉભયત્વસમાનવૃત્તિક પ્રતિયોગિતાવચ્છેદક ઉભયત્વ બને અને તદનતિરિક્ત વૃત્તિ ઉભયત્વ (સ્વ) બને તેથી તે પ્રતિયોગિતાવચ્છેદક બને. તભિન્ન સાધ્યતાવચ્છેદક બનતાં અવ્યાપ્તિ રહેતી નથી. (ઉભયત્વ સ્થળે ઉપલક્ષણથી યાવત્ત્વ પણ લઈ લેવું.)
जागदीशी : न चैवमनतिरिक्तवृत्तित्ववैयर्थ्यम् । वह्नित्वपर्याप्त्यवच्छेदक - धर्मावच्छिन्नपर्याप्तिकतत्तद्वह्न्यन्यतरत्वादिकमादाय वह्नित्वस्यापि पारिभाषिकावच्छेदकत्वापत्तेरिति भावः ।
અવચ્છેદકત્વનિરુક્તિ ૦૨૮