________________
સમ્બદ્ધ જ છે. અસમ્બદ્ધ નથી એટલે યુદ્ધર્મથી સંયોગત્વ પકડાય જ નહિ. ગુણત્વવિશિષ્ટ અસંબંધ છે માટે ગુણત્વ જ પકડાય. તે પ્રતિયોગિતાવચ્છેદક બને. દ્ભિશ સાધ્યતાવચ્છેદક છે. આમ દોષ રહેતો નથી.
હવે ઇદમીયમાં પણ પ્રતિયોગી વ્યધિકરણ નિવેશ નિરર્થક છે જુઓ સંયોગી, સત્ત્તાત્
સત્તાધિકરણ ગુણાદિનિષ્ઠ દ્રવ્યત્વાભાવ (ગમે તે અભાવ લેવો) પ્રતિયોગિતાવચ્છેદક દ્રવ્યત્વત્વ- તચ્છિશાભાવવત્ ગુણમાં અસંબદ્ધ યુદ્ધર્મ – સંયોગત્વવિશિષ્ટ સંયોગસામાન્ય છે જ. એટલે યદ્ધર્મપદગૃહીત સંયોગત્વ પ્રતિયોગિતાવચ્છેદક, તેજ સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ પણ ન રહી.
‘દ્રવ્યત્વત્વ’ એટલે દ્રવ્યતરાસમવેતત્વ સતિ સકલદ્રવ્યસમવેતત્વમ્ - અહિં દ્રવ્યમાત્રસમવેતત્વ તે દ્રવ્યત્વત્વની અપેક્ષાએ લઘુભૂત છે માટે દ્રવ્યત્વત્વમાં અરૂચિ હોવાથી ‘દ્રવ્યમાત્રસમવેતત્વ' પદ લીધું.
આ રીતે પ્રથમનિરૂક્તિમાં ઉભયત્ર પ્રતિયોગી વ્યધિકરણ નિવેશ અનુપાદેય છે. दीधिति : धूमवान् वह्नेरित्यादावतिव्याप्तेः ।
जागदीशी : धूमवानिति । संयोगेन द्रव्याणामव्याप्यवृत्तितया धूमत्वावच्छिन्नाभाववत्यपि धूमत्वादिविशिष्टस्य सत्त्वादिति भावः ।
ઉત્તરપક્ષ : નહિ, તેમ થતાં ધૂમવાન, વર્લ્ડ માં અતિવ્યાપ્તિ આવે છે. વધિકરણ પર્વતમાં ધૂમાભાવ (પ્રતિયોગી સમાનાધિકરણ) પ્રતિયોગિતાવચ્છેદક ધૂમત્વ, મત્વાવચ્છિન્નાભાવવત્ પર્વતમાં ધૂમત્વવિશિષ્ટ ધૂમ તો સંબદ્ધ છે જ. એટલે યદ્ધર્મ પદથી ઈષ્ટ એવું ધૂમત્વ ન પકડાયું. ઘટત્વવિશિષ્ટ ઘટ અસંબદ્ધ બનતાં ઘટત્વ પ્રતિયોગિતાવચ્છેદક બન્યો. તદ્ભિન્ન સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ.
જો અહીં પ્રતિયોગી વ્યધિકરણ નિવેશ લઈએ તો ધૂમત્વાવચ્છિન્નાભાવવત્ અયોગોલક બને. તેમાં ધૂમત્વવિશિષ્ટ ધૂમ અસમ્બદ્ધ છે જ. એટલે ધૂમત્વપ્રતિયોગિતાવચ્છેદક તે જ સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ રહેતી નથી.
जागदीशी : ननु हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकं यदयोगोलकाऽसंयुक्तत्वं धूमत्वविशिष्टस्य तदवच्छिन्नाभाववदवृत्तित्वादेव नातिव्याप्तिरत आह न हीति ।
પૂર્વપક્ષ - નહિ, અહી અતિવ્યાપ્તિ રહેલી નથી. અમે વસ્ત્યધિક૨ણમાં અવચ્છેદકત્વનિરુક્તિ – ૧૦૫