________________
86
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
છે. છતાં જ્યાં જ્યાં ભૂતત્વ ત્યાં ત્યાં મૂર્તત્વ એવું કે જ્યાં જ્યાં મૂર્તત્વ ત્યાં ત્યાં ભૂતત્વ એવું બેમાંથી એકે કહી શકાતું નથી. એટલે કે એ બે વચ્ચે વ્યાપ્ય-વ્યાપકભાવ નથી. તેમ છતાં બન્નેને જાતિ માનવામાં આવે તો ઉક્ત નિયમનો ભંગ થાય એ સ્પષ્ટ છે. માટે ભૂતત્વને જાતિ મનાતી નથી. પણ નવ્યનૈયાયિકો તો કહે છે કે તમે કહ્યો એવા નિયમમાં કોઈ પ્રમાણ ન હોવાથી એવો કોઈ નિયમ છે નહીં. ને તેથી સાંકર્ય એ જાતિબાધક નથી.
/ (૪) અનવસ્થા - અપ્રામાળિત્વનાસમાપ્ત્યમાવઃ અનવસ્થા । અપ્રામાણિક પદાર્થ કલ્પના ચાલ્યા જ કરે... ચાલ્યા જ કરે.... ક્યાંય પાર ન આવે. તો એ અનવસ્થાદોષ કહેવાય છે. એ જાતિનો બાધક છે. અર્થાત્ જાતિમાં પણ જાતિ માનો તો વળી એ પણ જાતિ થવાથી એમાં ફરીથી નવી જાતિ માનવી પડે... વળી એમાં બીજી જાતિ... એમ અનવસ્થા ચાલે. /
શંકા - હજારો ઘડામાં ઘટત્વ જાતિ એક જ છે. એટલે ‘ઘટત્વ’ એક હોવાથી એમાં વ્યક્તરભેદથી જ જાતિનો બાધ થઈ જતો હોવાના કારણે આ નવો બાધક માનવો નિરર્થક છે.
સમાધાન - ધારો કે દુનિયામાં ઘટત્વ, પટત્વ ને કટત્વ એમ ત્રણ જાતિઓ જ છે. આ ત્રણે વિશે યં નાતિ, યં નાતિઃ ડ્યું નાતિઃ એવી અનુગતાકારક પ્રતીતિ તો થાય જ છે. એટલે હવે આ ત્રણેમાં જે રહી હોય એવી અ નામની જાતિ માનવી પડશે. હવે દુનિયામાં ૪ જાતિઓ થઈ. આ ચારેમાં પણ યં જ્ઞાતિ એવી અનુગતાકારબુદ્ધિ થશે. એટલે આ ૪ માં હૈં નામની જાતિ માનવી પડશે. (૪ થી કામ નહીં ચાલે. કારણ કે મૈં ના આશ્રય ત્રણ હતા, જ્યારે ટ્વ ના આશ્રય ૪ છે.) તેથી હવે વિશ્વમાં ઘટત્વ, પટત્વ, કટત્વ, અને ૬ એમ પાંચ જાતિઓ થઈ. એ બધામાં પણ સમાનાકારકબુદ્ધિ તો થાય જ છે. એટલે વળી એ પાંચમાં રહી હોય એવી જ્ઞ નામની જાતિ માનવી પડશે. આમ અનવસ્થા ચાલે છે. એને જાતિબાધક માની લેવાથી ઘટત્વાદિ જાતિમાં જ કોઈ જાતિ માનવી આવશ્યક ન રહેવાથી અનવસ્થા ચાલશે નહીં.
(૫) રૂપહાનિ - જેમાં જાતિ માનવાથી એ પદાર્થના સ્વરૂપની = લક્ષણની હાનિ થઈ જાય તો અભિપ્રેતધર્મ જાતિ ન બને. આ જાતિબાધક વિશેષમાં રહેલ વિશેષત્વને જાતિ બનવા દેતો નથી.
જેમાં તિ રહી હોય એની વ્યાવૃત્તિ જાતિથી જ થાય, એવો નિયમ છે. જેમ કે ઘટ: પટમેવવાન, ઘટત્વાત્... એટલે, જો વિશેષમાં વિશેષત્વ એ જાતિ હોય તો, વિશેષમાં રહેલ ઇતરભેદ આ જાતિથી જ થઈ જવાથી એનું સ્વતોવ્યાવર્તકત્વ એવું જે સ્વરૂપ છે એ હણાઈ જાય.
વળી, નિઃસામાન્યત્વે સતિ સામાન્યમિન્નત્વે સતિ સમવેતત્વ આવું વિશેષનું લક્ષણ છે. એ પણ એમાં જાતિ માનવાથી હણાઈ જાય છે, કારણ કે સમાન્યવત્ત્વ આવવાથી નિઃસામાન્યત્વ ન રહે.
તેથી વિશેષમાં જાતિ માની શકાતી નથી.
(૬) અસંબંધ - પ્રતિયોગિતાનુયોગિતાડન્યતરસંબંધેન સમવાયાઽમાવઃ અસંબંધઃ
પ્રતિયોગિતા કે અનુયોગિતા બેમાંથી કોઈ પણ સંબંધથી સમવાય ન હોવો તે અસંબંધ. આ સમવાય અને અભાવમાં જાતિનો બાધક છે.
દ્રવ્યાદિ પાંચ પદાર્થો સમવાય સંબંધથી અવયવદ્રવ્ય વગેરેમાં રહે છે. એટલે કે એ પાંચ સમવાયના પ્રતિયોગી બને છે. માટે પ્રતિયોગિતા સંબંધથી સમવાયવાન્ છે. દ્રવ્ય, ગુણ અને કર્મ સમવાય સંબંધથી અન્યને પોતાનામાં રાખે છે, એટલે કે એ ત્રણ સમવાયના અનુયોગી બને છે. માટે અનુયોગિતા સંબંધથી સમવાયવાન્ છે. પણ સમવાય અને અભાવ એવા પદાર્થો છે કે જે સમવાયસંબંધથી પોતે ક્યાંય રહેતા પણ નથી કે પોતાનામાં કોઈને રાખતા પણ નથી. એટલે કે એ બે સમવાયના પ્રતિયોગી પણ નથી કે અનુયોગી પણ નથી. અર્થાત્ સમવાયનો પ્રતિયોગિતા