________________
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
(૧) દ્રવ્યત્વ જાતિમાં શું પ્રમાણ છે? એવા પ્રશ્નના ઉત્તરમાં “ઇદં દ્રવ્ય, ઈદં દ્રવ્યું. આવી પ્રતીતિ જ દ્રવ્યત્વ જાતિને સિદ્ધ કરી આપનાર પ્રમાણ છે” એવા સંભવિત ઉત્તરને નિષેધવા માટે ન હિ ઇત્યાદિ અધિકાર છે. બધા દ્રવ્યોમાં સમાન પણે રહેલી દ્રવ્યત્વ જાતિ જો પ્રત્યક્ષ સિદ્ધ હોત તો ઘી-લાખ વગેરેને જોઈને પણ, પામરોને પણ
આ દ્રવ્ય છે એવી બુદ્ધિ થવી જોઈએ. પણ એથતી નથી. તેથી પ્રત્યક્ષપ્રમાણ ઘટતું ન હોવાથી ગ્રંથકારશ્નાર્યસમવાય... ઇત્યાદિ દ્વારા અનુમાન પ્રમાણ આપે છે.
અનેક પદાર્થોમાં રહેલા કોઈ એક અનુગતધર્મની જ્યારે સિદ્ધિ કરવી હોય ત્યારે એ અનેક પદાર્થોને કોઈ એકનું કારણ અથવા કોઈ એકનું કાર્ય અથવા કોઈ એકનું પ્રતિબંધક કે કોઈ એકનું પ્રતિબધ્ધ બનાવવું જોઈએ.
જો અભિપ્રેત બધા પદાર્થો કોઈ એક કાર્યનું કારણ બનતા હોય તો સમજી શકાય છે કે આ બધા પદાર્થોમાં કોઈ એક પ્રકારની સરખાઈ રહી છે જેના કારણે આ બધા પદાર્થો એક સમાન કાર્યનાં કારણ બની શકે છે. આ સરખાઈ એ જ અનુગત ધર્મ... ને એ ધર્મને આગળ કરીને જ એ પદાર્થો વિવક્ષિત કાર્યના કારણ બનતા હોવાથી એ ધર્મ કારણતાવચ્છેદક તરીકે સિદ્ધ થાય.
એમ અભિપ્રેત બધા પદાર્થો જો કોઈ એક કારણના કાર્ય બનતા હોય તો અનુગતધર્મ કાર્યતાવચ્છેદક તરીકે સિદ્ધ થાય. એ જ રીતે કોઈ એકના પ્રતિબંધક કે પ્રતિબધ્ધ બનતા હોય તો અનુગતધર્મ પ્રતિબંધકતાવચ્છેદક તરીકે કે પ્રતિબધ્ધતાવચ્છેદક તરીકે સિદ્ધ થાય એ જાણવું.
જે ધર્મની જાતિ તરીકે સિદ્ધિ કરવી હોય એની પહેલાં આ રીતે અનુગતધર્મ તરીકે સિદ્ધિ કરી પછી સિધ્યમનો ઘર્ક છે નિત્યક્ષેત તલા તાધવમ (સવા સરિ) એવો લાઘવ તર્ક લગાડી એને એક-નિત્ય કલ્પવાથી સિદ્ધ થઈ જાય છે. એને જાતિરૂપ ન માનવામાં આવે તો એ આધારતા વગેરેની જેમ અનેક થઈ જવાથી ગૌરવ થાય. (આધારતા આઘારે - આધારે જુદી હોય છે.)
પ્રસ્તુતમાં પૃથ્વી વગેરે નવે દ્રવ્યોમાં દ્રવ્યત્વજાતિની સિદ્ધિ કરવાની છે. એટલે પૃથ્વી વગેરે નવે દ્રવ્યો જેના કારણ બનતાં હોય એવું એક કાર્યશોધી કાઢવું જોઈએ. પછી એ કાર્યનિરૂપિત કારણતાના અવચ્છેદક તરીકે દ્રવ્યત્વની સિદ્ધિ થઈ જાય.
(૨) વિશ્વમાં કોઈ પણ કાર્ય સમવાયસંબંધથી તો આ ૯ દ્રવ્યોમાં જ ઉત્પન્ન થાય છે, ગુણાદિ અન્ય કોઈ પદાર્થમાં નહીં. સામાન્યાદિ ૪ માં તો સમવાય સંબંધથી કશું રહેતું જ નથી. ગુણ-કર્મમાં સમવાય સંબંધથી જાતિ રહે છે પણ તે નિત્ય છે, ઉત્પન્ન થતી નથી. એટલે સમવાય સંબંધથી ઉત્પન્ન થનારું કાર્ય માત્ર દ્રવ્યમાં જ ઉત્પન્ન થાય છે. એટલે કે કોઈ પણ કાર્યનું સમાયિકરણ દ્રવ્ય જ બને છે. તેથી કાર્યની સમાયિકારણતાના અવચ્છેદક તરીકે દ્રવ્યત્વની સિદ્ધિ થઈ શકે.
પૃથ્વી, અપ, તેજ, વાયુના અવયવ દ્રવ્યોમાં અવયવીદ્રવ્ય - રૂપાદિ ગુણ તેમજ કર્મ સમવાયસંબંધથી ઉત્પન્ન થાય છે. એમ આકાશમાં શબ્દ. કાળ-દિશા અને મનમાં સંયોગાદિ ગુણો તથા આત્મામાં જ્ઞાનાદિ ગુણો સમવાય સંબંધથી ઉત્પન્ન થાય છે. આમ નવે દ્રવ્યો કોક ને કોઈક કાર્યનું સમવાયી કારણ બને છે એ સૂચવે છે કે નવેમાં કંઈક સમાનતા રહેલી છે. એ સમાનતા જ સમવાયિકારણતાનો અવચ્છેદક છે ને એને જ અમે “દ્રવ્યત્વ’ કહીએ છીએ. (અહીં એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે જેમ આ નવે દ્રવ્યો સમવાયિકારણ બનવા જોઈએ એ આવશ્યક છે એમ આ નવ દ્રવ્ય જ કારણ બનવા જોઈએ, બીજો કોઈ ગુણાદિ પદાર્થ નહીં. નહીંતર અભિપ્રેત સરખાઈ એ ગુણાદિમાં પણ જવાથી દ્રવ્યત્વ સિદ્ધ ન થાય. કપાલસંયોગાદિ ગુણ પણ કારણ તો બને જ છે, છતાં એ સમવાય કારણ નથી. એટલે સમાયિકારણતા તો ૯ દ્રવ્યોમાં જ છે.)