________________
શક્તિવાદ-પૂર્વપક્ષ
utch
(मु.) ननु कथमेत एव पदार्थाः, शक्तिसादृश्यादीनामप्यतिरिक्तपदार्थत्वात् ? तथाहि मण्यादिसमवहितेन वह्निना दाहो न जन्यते तच्छून्येन तु जन्यते । तत्र मण्यादिना वह्नौ दाहानुकूला शक्तिर्नाश्यते, 'उत्तेजकेन मण्याद्यपसारणेन चजन्यते इति कल्प्यते । एवं सादृश्यमप्यतिरिक्तः पदार्थः । तद्धि न षट्सु भावेष्वन्तर्भवति, सामान्येऽपि सत्त्वात्, यथा गोत्वं नित्यं तथाऽश्वत्वमपीति सादृश्यप्रतीतेः, नाप्यभावे, सत्त्वेन प्रतीयमानत्वादिति चेत् ?
73
(મુ.) પૂર્વપક્ષ ઃ તમે આટલા જ પદાર્થો કેમ કહો છો ? શક્તિ – સાદશ્ય વગેરે પણ અતિરિક્ત પદાર્થો છે ને ! તે(ની સિદ્ધિ) આ રીતે – મણિ વગેરેથી સંનિહિત અગ્નિથી દાહ થતો નથી, તેનાથી (મણિ વગેરેથી) રહિત અગ્નિ વડે દાહ થાય છે. આ (પ્રતીતિસિદ્ધ બાબત) અંગે (એટલે કે એની સંગતિ કરવા માટે) એવી કલ્પના કરાય છે કે મણિ વગેરેથી અગ્નિમાં રહેલી દાહાનુકૂલ શક્તિનો નાશ કરાય છે અને વળી ત્યાં ઉત્તેજક લાવવામાં આવે કે મણિ વગેરે દૂર કરવામાં આવે તો અગ્નિમાં પાછી દાહાનુકૂલ શક્તિ ઉત્પન્ન થાય છે. એમ સાદશ્ય પણ સ્વતંત્ર પદાર્થ છે. કારણ કે એનો દ્રવ્ય વગેરે છ ભાવપદાર્થોમાં અન્તર્ભાવ થઈ શકતો નથી, કારણ કે એ સામાન્યમાં પણ રહેલ છે. તે પણ એટલા માટે કે ‘જેમ ગોત્વ નિત્ય છે તેમ અશ્વત્વ પણ નિત્ય છે.’’ આવી સાદશ્યની પ્રતીતિ થાય છે. (વળી, સાદૃશ્યનો) અભાવમાં પણ અંતર્ભાવ થઈ શકતો નથી, કારણ કે એ ભાવ રૂપે પ્રતીત થાય છે. (શક્તિવાદ - પૂર્વપક્ષ)
(વિ.) (કારિકાવલીમાં ૭ પદાર્થો કહ્યા એની સામે પ્રભાકર - મીમાંસક પૂર્વપક્ષ કરે છે.)
પૂર્વપક્ષ : પદાર્થો આ સાત જ કેમ ? શક્તિ - સાદશ્ય વગેરે પણ અતિરિક્ત પદાર્થો છે ને ! (શક્તિવાદીના અભિપ્રાય કારણમાં કાર્યાનુકૂલ શક્તિ હોય છે. જેમ કે વહ્નિ કારણ છે, દાહ કાર્ય છે. તો વહ્નિમાં દાહાનુકૂલ શક્તિ છે. જો આવી શક્તિ માનવામાં ન આવે તો પ્રતિબંધકતા ઘટી શકે નહીં. દાહ પ્રતિબંધક ચન્દ્રકાન્તમણિ લાવવાથી કાંઈ ભડભડ બળતો અગ્નિ શાંત થતો નથી. ને છતાં દાણ કાર્ય તો થતું નથી. યો યઃ વાર્યાભાવઃ સ સ ારળામાવપ્રયુń:, યથા પટાર્યામાવઃ ફંડામાવપ્રયુōઃ પ્રસ્તુતમાં અગ્નિ વગેરે દશ્ય કારણો તો તદવસ્થ જ છે, તો કયા કારણનો અભાવ છે જેથી દાહ ન થયો ? તો કે શક્તિ નામના અદશ્યકારણનો અભાવ થયો.) પ્રતિબંધક કારણમાં રહેલી આ કાર્યાનુકૂલશક્તિનો નાશ કરી દે છે ને તેથી છતે અગ્નિએ દાહ કાર્ય થતું નથી.
શંકા : મણિની હાજરીમાં દાહ થતો નથી. પણ એટલા માત્રથી એને પ્રતિબંધક શા માટે માની લેવાનો ? દાહ થવા યોગ્ય પુરુષના અદૃષ્ટને જ પ્રતિબંધક માની લો ને
સમાધાન : મણિ ખસેડી લેવામાં આવે તો પાછો દાહ થાય છે એ જણાવે છે કે મણિ જ શક્તિનો નાશ કરે છે ને તેથી એ જ દાહનો પ્રતિબંધક છે.
(૧) શંકા : એકવાર મણિ લાવવાથી શક્તિ નષ્ટ થઈ ગઈ, તો હવે એ વહ્નિ શક્તિહીન થઈ ગયો. એટલે ફરીથી મણિ દૂર કરો કે ન કરો, એનાથી દાહ ન જ થવો જોઇએ ને ? આવી શંકાનું સમાધાન આપવા ઉત્તેનન ઇત્યાદિ પંક્તિ છે. ઉત્તેજક લાવવાથી કે મણિને દૂર કરવાથી અગ્નિમાં પાછી શક્તિ ઉત્પન્ન થઈ જાય છે.
આમ શક્તિવાદીએ શક્તિ નામનો પદાર્થ સિદ્ધ કર્યો. અર્થાત્ શક્તિમાં પદાર્થત્વની સિદ્ધિ કરી. જોકે એણે શક્તિમાં પદાર્થત્વ અને અતિરિક્તત્વ આ બે અંશ સિદ્ધ કરવાના છે, તો જ એ અતિરિક્ત પદાર્થ તરીકે સિદ્ધ થઈ શકે. છતાં મુક્તાવલીમાં પૂર્વપક્ષની રજુઆતમાં અતિરિક્તત્વની સિદ્ધિ કરી દેખાડી નથી. પણ એ આ રીતે જાણવી- શક્તિ સાત પદાર્થોથી અતિરિક્ત=ભિન્ન છે એનો અર્થ એનો ૭ માં અંતર્ભાવ નથી. આની સિદ્ધિ માટે ત્રણ અનુમાન અપાય છે.
(1) દ્રવ્ય, ગુણ અને કર્મ આ ત્રણે પદાર્થો દ્રવ્યમાં જ રહે છે, ગુણાદિમાં નહીં. જ્યારે શક્તિ તો ગુણમાં પણ રહે છે. માટે એ દ્રવ્ય, ગુણ, કર્મથી ભિન્ન છે.
शक्तिः द्रव्यगुणकर्मभिन्ना, गुणवृत्तित्वात्, सत्तावद्