________________
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
એ સાધ્ય છે એમ ન સમજવાનું. પણ સફલ = સફલત્વવત્ અને એમાંથી વત્ કાઢી નાખતા “સફલત્વ રહ્યું, એ સાધ્ય છે એમ સમજવાનું. કોઈપણ શબ્દને ત્વવત્ કે વત્વ લગાડવાથી અર્થમાં કશો ફેર પડતો નથી. તેથી અન્વય વ્યામિ આવી થશે - જ્યાં જ્યાં વિષયત્વ ત્યાં ત્યાં સફલત્વ, જેમ કે ઘડામાં
પૂર્વપક્ષઃ વિષયત્વ હેતુ સુખમાં પણ રહ્યો છે કારણ કે સુખ પણ જ્ઞાનનો વિષય બને છે) અને છતાં એમાં સફળત્વ રહ્યું નથી. તેથી અન્વયે વ્યભિચાર છે. (પૈસાનું ફળ ઇષ્ટવિષયસામગ્રી છે. એ સામગ્રીનું ફળ સુખ છે. પણ સુખનું ફળ શું? અર્થાત્ પૈસો શા માટે જોઈએ છે? સામગ્રી માટે. સામગ્રી શા માટે જોઈએ છે? સુખ માટે.... સુખ શા માટે જોઈએ છે? આવા પ્રશ્નના જવાબમાં “ફલાણા માટે એવું નહીં કહેવાય. સુખ તો જોઈએ છે માટે જોઈએ છે... એ કશાક માટે જોઈએ છે એવું નથી. તેથી સુખ પોતે “ફળ’ છે. પણ સુખનું કોઈ ફળ નથી. તેથી સુખમાં સફલત્વ રહ્યું ન હોવાથી વ્યભિચાર છે.)
ઉત્તરપક્ષઃ (અહીં ‘વિષયત્વ' એમ સામાન્ય ઉલ્લેખ કર્યો હતો માટે જ્ઞાનનું વિષયત્વ સુખમાં ચાલ્યું જવાથી વ્યભિચાર આવ્યો. એટલે હવે જ્ઞાનનું વિષયત્વ બાદ થઈ જાય એ માટે “આચાર’ એવું વિશેષણ જોડીશું) (2) મંત્નિસત્ત, માવાવિષયવંત, સત્યમાષતિવત્ મંગળ સફળ છે, કારણકે આચારનો વિષય છે, જેમકે સત્યભાષણ વગેરે. (અહીં, “આચારનો વિષય” એમ કહ્યું છે. પણ આચાર એટલે ક્રિયા. એના સંબંધીને પ્રતિયોગી કહેવાય છે, વિષય નહીં. તેથી અહીં ‘આચાર’ શબ્દનો અર્થ ‘ક્રિયા' ન કરતાં ‘કૃતિ' કરવો. છતાં શિષ્ટપુરુષનો કૃતિ ગુણ પ્રત્યક્ષ ન હોવાથી –“આચાર” જ પ્રત્યક્ષ હોવાથી – “આચાર’ શબ્દનો ઉલ્લેખ કરાયો છે તે જાણવું.
શંકા કુંભાર ઘડાને ઉદ્દેશીને મૃપિંડ પર થપાટ મારવી વગેરે પ્રવૃત્તિ કરે છે. એટલે કુંભારની આ કૃતિનો ઘટ એ ઉદ્દેશ્યતયા વિષય બને છે અને મૃત્પિડ એ વિધેયતયા વિષય બને છે. એમ જીવો સુખને ઉદ્દેશીને વિષuપ્રવૃત્તિ કરે છે એટલે “સુખ' પણ એની કૃતિનો ઉદ્દેશ્યતયા વિષય તો બને જ છે જેમાં સફળત્વના હોવાથી અન્વયવ્યભિચારનો દોષ તદવસ્થ રહે છે. - સામાઘાનઃ અહીં જે આચારવિષયત્વ કહ્યું છે તે વિધેયતયા વિષયત્વ લેવાનું છે. સુખ કોઈ પણ પ્રવૃત્તિનું ઉદ્દેશ્ય હોય છે, વિધેય નહીં. તેથી એમાં હેતુ જ ન રહેવાથી વ્યભિચાર દોષ આવતો નથી.
પૂર્વપક્ષઃ મૂર્ખ માણસ ચોતરાને વંદન કરતો હોય છે. એટલે ચૈત્યવંદન એની કૃતિનો વિધેયતયા વિષય બને છે જેમાં સફળત્વ ન હોવાથી વ્યભિચાર દોષ ઊભો રહ્યો.
ઉત્તરપક્ષઃ જેનો તેનો આચાર ન લેતાં શિષ્ટનો જ આચાર લેવાથી આ દોષનું વારણ થઈ જશે. (3) માતં સત્ત, શિષ્ટાવા વિષય–ાત, સત્યભાષ તિવત્ | પ્રશ્નઃ નનું શિષ્ટત્વે કિમ્ ? પુરુષમાં રહેલું શિષ્યત્વ શું છે? અર્થાત્ શિષ્ટપુરુષ કોને કહેશો? ઉત્તર : કેમ? વેકામાખ્યાખ્યપાતૃવં શિષ્ટત્વમ્... જે વેદને પ્રમાણ માનતો હોય એ શિષ્ટપુરુષ.
શંકાઃ તો તો વ્યભિચાર દોષ ઊભો જ રહેશે. કેમકે વેદને પ્રમાણ માનનારા શિષ્ટ ભ્રાન્તિના કારણે અમાસે કરવાનો યજ્ઞ પુનમે કર્યો. આ યજ્ઞ પણ શિષ્ટાચારવિષય તો છે જ, અને છતાં એ અવિધિથી થયો હોવાથી સફળ થતો નથી.
સમાઘાન તો પછી અમે એવી વ્યાખ્યા કરીશું કે તHTધનતાશે પ્રાતિશૂન્યત્વે શિષ્ટત્વમ્. ફળના સાધન અંગે જેને કોઈ ભ્રાન્તિ ન હોય એ શિષ્ટ. તમે કહેલા યજ્ઞકર્તાને તો સ્વઈષ્ટફળનું સાધન જે યજ્ઞ તે અંગે બ્રાન્તિ હોવાથી એ શિષ્ટ જ નથી, માટે એણે કરેલા યજ્ઞમાં “શિષ્ટાચારવિષયત્વ' રૂપ હેતુ જ ન રહેવાથી વ્યભિચાર દોષ, રહેતો નથી.