________________
સંસÍભાવ
માટે પ્રસ્તુતમાં પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ - પટત્વ છે. પ્રતિયોગીને રહેવાનો સંબંધ એટલે જે સંબંધથી પ્રતિયોગી નથી રહ્યો માટે અધિકૃત અભાવ રહ્યો છે તે સંબંધ.
પ્રસ્તતમાં, પટ, તાદામ્યસંબંધથી ઘડામાં નથી રહ્યો, માટે એનો ઘડામાં અન્યોન્યાભાવ (ભેદ) છે. તેથી જો અભાવ ન રહ્યો હોત, અને પટ રહ્યો હોત તો એને રહેવાનો સંબંધ એ તાદાભ્ય સંબંધ છે. માટે પ્રસ્તુતમાં તાદાભ્યસંબંધ એ પ્રતિયોગિતાવચ્છેદકસંબંધ છે. તેથી અન્યોન્યાભાવ (ભદ) કેવો થયો?
ત્વછિન્ન-તાલાવ્યસંવંધાવછિન્નપ્રતિયોગિતા થયો. કોઈ પણ ભેદની પ્રતિયોગિતા તાદાભ્યસંબંધાવચ્છિન્ન જ હોય છે. તેથી, અન્યોન્યાભાવની વ્યાખ્યા આપી શકાય 3 तादात्म्यसंबंधावच्छिन्नप्रतियोगिताकाभावत्वं अन्योन्याभावत्वम् ।
સંસર્ગાભાવઃ અન્યોન્યભાવભિન્ન અભાવ એ સંસર્ગાભાવ. એના ૩ ભેદ છે. પ્રાગભાવ, ધ્વસાભાવ અને અત્યન્તાભાવ. પ્રાગભાવ: $- : પ્રા સ્વતિયોનિમવાયિશાળવૃત્તિઃ કમાવઃ
દા. ત. ઘટ કાર્ય થાય છે એ પહેલાં તેના સમવાયિકારણ કપાલમાં ઘડાનો જે અભાવ હોય છે એ ઘડાનો પ્રાગભાવ કહેવાય છે. આ અભાવને વિનાશી અભાવ પણ કહે છે. કારણ કે કાર્ય થાય ત્યારે એ નાશ પામે છે. માટે એ અનાદિસાન્ત હોય છે.
દવંસાભાવ : #ાર્યોત્પત્તેરનન્તઃ સ્વપ્રતિયોજિસમવાયાવૃત્તિઃ ધ્વસામાdઃ |
ઘડો બન્યા પછી નાશ પામી જાય છે ત્યારે તેના ઠીકરામાં તેનો જે અભાવ છે એ વંસ છે. આને જન્યઅભાવ પણ કહે છે. તે સાદિ – અનંત હોય છે.
અત્યન્તાભાવઃ જે સૈકાલિક હોવા સાથે સંસવચ્છિન્નપ્રતિયોગિતાક હોય છે એ અત્યન્તાભાવ છે. આ અનાદિ અનંત હોય છે.
પ્રશ્નઃ ભૂતલ પર રહેલો ઘટાભાવ જો અનાદિઅનંત છે, તો ઘડો લાવ્યા પછી પણ ત્યાં અભાવ તો રહેલો જ છે, તો પછી ‘પદમાવવમૂતલમ્' એવી બુદ્ધિ કેમ નથી થતી ?
ઉત્તરઃ ઘડો લાવ્યા પછી, ત્યાં ભૂતલરૂપ વિશેષ્ય અને ઘટાભાવરૂપ વિશેષણ એ બન્ને હાજર રહે છે ખરાં, પણ એ બે વચ્ચે જે સંબંધ હોવો જોઈએ, તે હવે ત્યાં રહ્યો ન હોવાથી એવી વિશિષ્ટબુદ્ધિ થતી નથી.
પ્રશ્નઃ અત્યન્તાભાવને રહેવાનો એ સંબંધ કયો છે? ઉત્તર : તત્તત્કાલીન ભૂતલ વગેરે રૂપ સ્વરૂપ સંબંધ છે. આ સંબંધની સિદ્ધિ આ રીતે -
'घटाभाववद्भूतलम्' इत्याकारिका बुद्धिः विशेषण-विशेष्य-संबंधविषयिणी, विशिष्टबुद्धित्वात् ‘दण्डी पुरुषः' इत्यादि विशिष्टबुद्धिवत्
આ અનુમાનથી સંબંધ સામાન્યની સિદ્ધિ થશે. હવે એ સંબંધ (૧) સંયોગ નથી, કારણ કે સંયોગ, દ્રવ્ય-દ્રવ્યનો હોય છે. (૨) તાદામ્ય નથી, કારણ કે તાદાભ્ય સ્વનો સ્વમાં હોય છે. (૩) સમવાય નથી, કારણ કે સમવાયથી અવયવીદ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય અને વિશેષ જ રહે છે. તેથી, એ સ્વરૂપ સંબંધ છે.
સામાન્યની સિદ્ધિ થયા પછી તેના ઇતર વિશેષોની બાદબાકી (નિષેધ) કરી દેવાથી શેષ રહેલા એક વિશેષની જે સિદ્ધિ થઈ જાય છે તે પારિશેષન્યાય કહેવાય છે.
આમ અભાવને રહેવાનો સંબંધ સ્વરૂપસંબંધ સિદ્ધ થયો. આમ ૭ પદાર્થોનું નિરૂપણ પૂર્ણ થયું.