________________
44
ન્યાયમૂમિકા
(૧) દ્રવ્ય : ગુણોનો આશ્રય દ્રવ્ય છે. ગુણ અને ક્રિયા, દ્રવ્ય સિવાય એકલા લટકતા આકાશમાં ન મળે. દ્રવ્યો ૯ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, કાળ, દિશા, આત્મા અને મન.
અગ્નિ, પ્રભા, જ્યોત, સૂર્ય, ચન્દ્ર પ્રકાશ વગેરે જેમ તેજસ દ્રવ્યો છે તેમ ધાતુઓ અને રત્નો પણ તેજસ દ્રવ્ય છે. કારણ કે જેનામાં ભાસ્વરતા-ચળકાટ જેવું રૂપ હોય તે બધું તેજ દ્રવ્ય તરીકે ગણાય. પાણીમાં કદાચ દિવસે ચળકાટ દેખાય, પણ તે ભાડુતી - આભાસમાત્ર છે. માટે એ તેજ દ્રવ્ય નથી.
અંધકારમાં નીલરૂપ કે ગમનક્રિયા જે જણાય છે તે ભ્રાન્તિ છે. અંધકાર એ તૈજસદ્રવ્યના અભાવરૂપ છે. અને અભાવમાં રૂપ ગુણ કે કર્મ હોતા નથી. તેથી, અંધકાર એ સ્વતંત્ર દ્રવ્ય નથી.
આકાશ ઃ આપણે જેને ક્ષેત્ર કહીએ છીએ તેને નૈયાયિક આકાશ નથી કહેતા. એને તો દિદ્રવ્ય કહે છે. આ તો શબ્દના આશ્રયભૂત તેઓએ કલ્પેલું એક સ્વતંત્ર દ્રવ્ય જ છે. (જેમ આપણે ગતિસહાયકતા ગુણના આશ્રયભૂત એક સ્વતંત્ર ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય માન્યું છે તેમ.)
મન ઃ અણુરૂપ છે, અત્યન્તગતિશીલ છે. વિષયનો ઇન્દ્રિય સાથે, ઇન્દ્રિયનો મન સાથે અને મનનો આત્મા સાથે સંયોગ થાય એટલે જ્ઞાન થાય. એક ક્ષણે મનનો સંયોગ મસ્તક આગળ ઇન્દ્રિય સાથે હોય ત્યારે ત્યાંનું જ્ઞાન થાય છે અને બીજી જ ક્ષણે પગના અંગુઠે મન પહોંચી જઈ ત્યાં ઇન્દ્રિયનો સંયોગ કરે છે એટલે ત્યાંનું જ્ઞાન થાય છે.
પૃથ્વીનો ખાસ ગુણ – ગંધ
સ્પર્શ
જળનો ખાસ ગુણ - રસ (સ્વાદ)
શબ્દ
વાયુનો ખાસ ગુણ - આકાશનો ખાસ ગુણ -
તેજનો ખાસ ગુણ - રૂપ
આ પાંચ ગુણો વિશેષગુણો છે. અને બાહ્મેન્દ્રિયગ્રાહ્ય છે. આ ગુણો જેનામાં હોય તે ‘ભૂત’ કહેવાય છે. તેથી જગત્માં પાંચ ભૂત મનાયા છે. આત્મા અને મનના ગુણો બાહ્મેન્દ્રિયગ્રાહ્ય નથી, માટે એ ભૂત નથી. મૂર્ત : મૂર્ત = રૂપી એવો અહીં અર્થ નથી. પણ અપટ્ટરિમાળવ ં મૂર્તત્વમ્ ।
આકાશ-કાળ, દિક્ અને આત્મા આ ૪ વિભુ પદાર્થો છે એટલે કે સર્વવ્યાપી છે. તેઓનું પરિમાણ પરમમહત્પરિમાણ કહેવાય છે. આટલું પરિમાણ બીજા કોઈ દ્રવ્યનું હોતું નથી, બીજા સઘળાં દ્રવ્યોનું પરિમાણ આના કરતાં ઓછું અપકૃષ્ટ જ હોય છે. (ઉત્કૃષ્ટ નહિ તે બધું અપકૃષ્ટ)
આવું અપકૃષ્ટપરિમાણ હોવું એ જ ‘મૂર્તત્વ’ છે.
માટે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને મન એ પાંચ મૂર્ત દ્રવ્યો છે.
વાયુ સર્વત્ર દેખાતો હોવા છતાં એ એક નથી, પણ અનેક છે, અને તેથી કોઈ એક વાયુનું પરિમાણ વિભુ ન હોઈ એ પણ મૂર્ત જ છે.
(૨) ગુણો : ૨૪ છે. તે આ રીતે ઃ
(અ) વિશેષ ગુણો : ૫ - ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ
(બ) સામાન્ય ગુણો : ૫ - સામાન્યથી આ ગુણો દરેક દ્રવ્યોમાં રહ્યા હોય છે.
સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ અને વિભાગ.
પ્રશ્ન : વિભુદ્રવ્ય વ્યાપક તો તેનું હલનચલન ન હોઈ સંયોગ-વિભાગ શી રીતે ?
ઉત્તર ઃ વિભુદ્રવ્યો સ્વયં ગતિશીલ ન હોવા છતાં મૂર્તદ્રવ્યો ગતિશીલ હોવાથી તેઓના સંયોગ-વિભાગ થયા કરે છે. સંયોગ થાય છે, માટે વિભાગ અવશ્ય થવાનો જ.
(ક) બીજા ૬ ગુણો (૧૧) ગુરુત્વ = ભારેપણું (૧૨) દ્રવત્વ - · પ્રવાહીપણું (૧૩) સંસ્કાર - સ્થિતિસ્થાપકતા અને વેગ સંસ્કાર. આ મૂર્તદ્રવ્યોમાં હોય.
(૧૪) સ્નેહ - ચીકાશ, આને જળનો ગુણ માનેલો છે.