________________
42
ન્યાયભૂમિકા
એટલે કે કોઈપણ ઉોખવાળું જ્ઞાન થાય એ બધું સમકારક જ હોય છે. અને જે કોઈ પણ જાતના ઉલ્લેખથી પર હોય તેવું જ્ઞાન હોય એ નિર્વિકલ્પક હોય છે. એટલે કે એમાં જ્ઞાન થાય છે, પણ ‘ઘટઃ” “પટઃ' એવો કોઈ જ ઉલ્લેખવાળો બોધ હોતો નથી. (જાણે કે માત્ર વિષયનો ફોટો જ પડે છે.) આમાં કોઈ આકાર ન હોવાથી, જ્ઞાતાને પણ “મને ઘડાનું જ્ઞાન થઈ રહ્યું છે' ઇત્યાદિ ખબર પડી શકતી નથી. એટલે કે જ્ઞાન થાય છે, પણ જ્ઞાન થાય છે એની ખબર હોતી નથી.
પ્રશ્નઃ જો જ્ઞાન થાય છે એની ખબર જ પડતી નથી તો તેનું જ્ઞાન થાય છે એવું માનવાની જ શી જરૂર?
ઉત્તરઃ જ્યારે ‘ઘટઃ' એવું સપ્રકારક જ્ઞાન થાય છે ત્યારે એ, સામી વસ્તુમાં રહેલા ઘટત્વ ધર્મને (વિશેષણને) આગળ કરીને જ થાય છે, એ વગર નહિ.
હવે સામી વસ્તુમાં રહેલ “ઘટત્વ' ધર્મ આગળ ક્યારે થાય? એ જાણવામાં આવ્યો હોય તો જ. માટે નક્કી થાય છે કે “ઘટઃ' એવા ઉલ્લેખવાળું જે જ્ઞાન થાય છે તેની પૂર્વે ઘટત્વનું પણ જ્ઞાન થઈ ગયું હોય છે.
અથવા બીજી રીતે વિચારીએ :
ઘટઃ એટલે જ ત્વવાન તેથી ‘ઘટઃ’ એવું જ્ઞાન એ ઘટત્વપ્રકારક જ્ઞાન હોઈ ગતવાન ધટ: ઇત્યાદિ જ્ઞાનની જેમ વિશિષ્ટબુદ્ધિ રૂપ જ છે. અને વિશિષ્ટબુદ્ધિ થવા માટે તો વિશેષણજ્ઞાન પણ આવશ્યક છે. (કારણ કે જળનું જ્ઞાન ન હોય તો જળવાનું ઘટઃ એવું જ્ઞાન પણ થઈ ન શકે.) માટે ‘ઘટઃ' એવું જ્ઞાન થવા પૂર્વે ઘટત્વનું જ્ઞાન પણ થઈ ગયું હોવું જોઇએ. હવે એ પૂર્વેક્ષણીય જ્ઞાનને પણ ઘટતં’ એવા ઉલ્લેખવાળું માનીએ તો એની પૂર્વ ક્ષણે પણ આ રીતે ‘ઘટતત્વ' રૂપ પ્રકારનું જ્ઞાન માનવું આવશ્યક બને.
એટલે પછી અનવસ્થાદોષ ઊભો થાય, વળી “ઘટઃ' જ્ઞાનની પૂર્વ ક્ષણે ‘ઘટવં' એવા ઉલ્લેખવાળું જ્ઞાન થતું હોય એવો કોઈ અનુભવ પણ નથી. માટે પૂર્વેક્ષણીય ‘ઘટવ' જ્ઞાનને ઉલ્લેખ વિનાનું નિર્વિકલ્પક માનવું પડે છે. એ જ રોતે એ પૂર્વ ક્ષણે, વિશેષ્યભૂત “ઘટ' નું પણ જ્ઞાન આવશ્યક હોઈ નિર્વિકલ્પક જ્ઞાન માનવું પડે છે. (આ બન્નેનું જ્ઞાન પ્રત્યક્ષ જ છે, કેમકે એ બેની અનુમિતિ વગેરે કરાવી આપે એવા વ્યાતિજ્ઞાન વગેરે તો છે નહિ, પણ પ્રત્યક્ષ કરાવી આપે એવો ઇન્દ્રિયસંનિકર્ષ જ હોય છે.)
એટલે આવું નક્કી થયું કે, “ઘટઃ' એવું જ્ઞાન થવા પૂર્વે આ પ્રક્રિયા થાય છે.
પ્રથમ ઇન્દ્રિયસંનિકર્ષ, એ પછીની ક્ષણે ઘટ અને ઘટત્વનું (એકબીજા સંકળાયેલા નહિ એ રીતે સ્વતંત્ર) ઉલ્લેખ વિનાનું જ્ઞાન. અને એ પછીની ક્ષણે (ઘટત્વને આગળ કરીને થતું) “ઘટઃ' ઉલ્લેખવાળું જ્ઞાન.
આ વચમાં થતું જે ઉલ્લેખ રહિત જ્ઞાન હોય છે એને જ નિર્વિકલ્પકપ્રત્યક્ષ કહે છે.
‘ટ’’ એવા ઉલ્લેખવાળું જે જ્ઞાન થાય છે અને વ્યવસાયજ્ઞાન પણ કહે છે. એ જ્ઞાન થયા પછી ‘ઘટમર્દ નાનામ” અથવા ‘પટજ્ઞાનવાનું બૈરું વગેરે જે જ્ઞાન થાય તેને અનુવ્યવસાયજ્ઞાન કહેવાય છે.
આત્માનું માત્ર ‘ક’ તરીકે જ્ઞાન થતું નથી, પણ તેના સુખ-જ્ઞાન વગેરે ગુણોવાળા તરીકે જ્ઞાન થાય છે. એટલે કે ‘ગાંજ્ઞાની’, ‘માં સુdી’ ઇત્યાદિજ્ઞાન-સુહARવજ્ઞાન થાય છે. આમાનસપ્રત્યક્ષ હોય છે. અર્થાવિશેષ ગુણવત્ત્વન આત્માનું માનસ પ્રત્યક્ષ થાય છે.
હવે ઈશ્વરીયજ્ઞાન પ્રત્યક્ષ હોવાની વિચારણા :
ઈશ્વરને જગત્કર્તા માનવામાં આવ્યો છે. કોઈપણ વસ્તુ બનાવવા માટે તેના કર્તાની કૃતિ (પ્રયત્ન) જોઈએ. વળી કૃતિ માટે જ્ઞાન અને ઇચ્છા જોઈએ જ. એટલે કે, ઉપાદાનકારણનું કર્તાને પ્રત્યક્ષ હોવું જોઈએ.
દા. ત. ઘડાના કર્તા કુંભાર માટીનું પ્રત્યક્ષ હોવું જોઇએ. આંધળો કુંભાર ઘડો બનાવી શકતો નથી. એમ કર્તાની ઇચ્છા પણ જોઈએ જ.
તેથી, કાર્યોત્પાદન માટે ઉપાદાનકારણનું જ્ઞાન,ચિકીર્ષા અને કાર્યોદ્દેશ્યકોપાદાનગોચર પ્રયત્ન જોઈએ. ઈશ્વરને જગત્કર્તા માનવો છે. માટે તેને જગન્ના કારણભૂત પરમાણુ-કયણુકાદિનું પ્રત્યક્ષ માનવું પડે છે.