________________
પ્રથમ આવૃત્તિમાંથી...
પ્રસ્તાવના
કષ, છેદ અને તાપ... શાસ્ત્રોની આ ત્રણ પરીક્ષામાંથી સાંગોપાંગ પાર ઉતરી જનારા સર્વજ્ઞપ્રણીત શાસ્ત્રોનો અદ્ભુત ખજાનો પ્રાપ્ત થઈ ગયા પછી બીજું જોઈએ પણ શું ? તેમ છતાં, એ શાસ્ત્રોનાં અર્થગંભી૨ વચનોનો યથાર્થ રહસ્યાર્થ પામવા માટે બુદ્ધિની યોગ્ય ખીલવટ જોઈએ છે. એ ખીલવણી માટે અન્યદર્શનોના ગ્રન્થોનું અધ્યયન પણ સારું સહાયક બનતું હોય છે. વળી. છેવટે તો એ બથા ગ્રંથોનું મૂળ પણ પ્રભુના મુખકમળમાંથી વહેલી વાણી જ છે. તેથી, આજે પણ શ્રી જૈન સંઘમાં જેનું અઘ્યયન-અધ્યાપન સારા પ્રમાણમાં પ્રચલિત છે એ ન્યાયવૈશેષિકદર્શનના એક પાયાના ગ્રન્થ શ્રી ન્યાય઼સદ્ધાન્તમુક્તાવલીના બહુ સંક્ષિપ્ત નહીંબહુ વિસ્તૃત નહીં એવા વિવેચનની ઘણી આવશ્યકતાને નજરમાં લઈ એ ગ્રન્થના પ્રત્યક્ષખંડ સુધીના આ વિવેચનનું પ્રકાશન થઈ રહ્યું છે. બેશક, એની પાછળનો ઉદ્દેશ, સાથકો સ્વબુદ્ધિને પરિકર્મિત કરે, ને શાસ્ત્રવચનોનાં યથાર્થ રહસ્ય પામી, એ મુજબનું જીવન બનાવી, આહિત સાથે એ જ છે.
મુક્તાવલી ગ્રન્થમાં સરળતાથી પ્રવેશ થઈ શકે એ માટે સંક્ષેપમાં ન્યાયભૂમિકાનો પણ આ પુસ્તકમાં સમાવેશ કરી દીઘો છે. જો કે ભૂમિકામાં આ સિવાય પણ ક્તિવાદ વગેરે કેટલાક વિષયો આવરી લેવાતા હોય છે, પણ એ વિષયો મુક્તાવલીમાં પ્રારંભે જ આવી જતા હોવાથી ભૂમિકામાં ઉમેર્યા નથી.
ગ્રન્થગત પંક્તિઓનો અથૅ કઈ રીતે થાય છે ? એનો કંઈક ખ્યાલ આવે એ માટે કારિકાવલી અને મુક્તાવલીનો પહેલાં પંક્તિને અનુસરીને સીધો અર્થ આપ્યો છે. ને પછી આવશ્યક વિવેચન કર્યું છે. જ્યાં વિશેષવિવેચન આવશ્યક નથી લાગ્યું ત્યાં એ કર્યું નથી. મુક્તાવલીનો અર્થ જ ત્યાં જોઈ લેવો. વિવેચનમાં પણ કેટલાક વિષયો અંગે જેઓએ વઘારે ઉંડાણથી કરવું હોય તેઓ તે કરી શકે એ માટે દિનકરી વગેરે ટીકાના આધારે વિશેષવાતોનું વિવેચન જુદા પ્રકારના ટાઈપમાં આપ્યું છે. તેજસ્વી ક્ષયોપશમવાળાએ એ વિવેચન પણ અવગાહવાથી વિશેષ લાભ થઈ શકે. અથવા, એ વિશેષ યોને પહેલાં છોડી દઈ આખો ગ્રન્થ કરી લેવો. એટલે બુદ્ધિની વિશેષ પરિકર્મણા થઈ જવાથી પછી એ વિશેષભાગો પણ લાભકર્તા પુરવાર થાય. જયાં આવશ્યકતા લાગી છે ત્યાં મુક્તાવલીગ્રન્થની પંક્તિઓને તથા એના સીથા ગુજરાતી અર્થમાં રહેલી પંક્તિઓને સમાન અંક આપી, એ જ અંક સાથે વિવેચન કર્યું છે. જેથી અધ્યેતાને એનું સંકલન કરવું સરળ બની જાય.
આ પુસ્તકમાં આપેલ ન્યાયભૂમિકાનું નિરૂપણ તેમજ મુક્તાવલીનું વિવેચન, આ બધું જ, સ્વર્ગસ્થ ભોષિતારક ન્યાવિશારદ પૂજ્યપાદ ગુરુદેવ આચાર્યભગવંત શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. પાસેથી જે કાંઈ સાંભળ્યું, વાંચ્યું, જાણ્યું છે એ જ છે. ફક્ત મારી રીતે (મારા શબ્દોમાં) મેં એની રજુઆત કરી છે... બાકી બધું તેઓ શ્રીમનું જ છે. એટલે આ આખું વિવેચન તેઓ શ્રીમનું જ છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. તેથી આ પુસ્તકમાં જે કાંઈ સારું છે ને એનાથી જેઓને જે કાંઈ બોઘ-લાભ થાય એ બઘાનો યશ તેઓશ્રીને જ દેવો ઘટે.
સિદ્ધાન્તમહોધિ સુવિશુદ્ધભ્રહ્મમૂર્તિ સુવિશાળગનિર્માતા સ્વ. પૂ. આ. ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા., વર્થમાનતોનિધિ-ન્યાનિપુણતિ-સર્વજ્ઞવચનમર્મજ્ઞ સ્વ. પૂ. આ. ભગવંત