________________
26
ન્યાયમૂમિકા
સામાને આપતાં હોઈએ તે પણ આ પાંચમાંથી કોઈ પણ દોષથી ખરડાયેલું તો નથી ને ? એ ચકાસી લેવું જોઈએ. નહિતર આપણું અનુમાન તૂટી પડે.
હેત્વાભાસ : જેના જ્ઞાનથી અનુમિતિ અટકે અથવા અનુમિતિનું કરણ (વ્યાપ્તિજ્ઞાન) અટકે તે હેત્વાભાસ કહેવાય
છે.
यद्विषयकत्वेन ज्ञानं अनुमिति - तत्करणान्यतरविरोधि ( प्रतिबन्धकं ) स हेत्वाभासः
આ વ્યાખ્યા હેતુને દૂષિત કરનાર દોષ રૂપ ‘હેત્વાભાસ’ ની છે, દોષથી દુષ્ટ થયેલ ‘દુષ્ટ હેતુ’ રૂપ હેત્વાભાસની નહિ. આમાં, નોંધનીય બાબત એ છે કેઃ આ વ્યાખ્યામાં ‘જેના જ્ઞાનથી’ એમ લખ્યું છે, ‘જેનાથી’ એમ નહિ. કેમ કે દોષ પોતે અનુમિતિને અટકાવી શકતો નથી. પણ દોષનું જ્ઞાન અનુમિતિને અટકાવે છે.
દા. ત. કોઈ એવું અનુમાન કરવા માંગે કે, વહ્નિઃ અનુષ્ણ:, દ્રવ્યત્વાત્ ગતવત, તો એ આ બોલે કે તરત જ આપણને થાય છે કે ભાઈ વહ્નિ તો ઉષ્ણ હોય. તેથી આ અનુમિતિ થઈ શકતી નથી, અટકી જાય છે. આપણને પ્રત્યક્ષથી ખબર (જ્ઞાન) છે કે અગ્નિ ઉષ્ણ હોય છે. એટલે આ જ્ઞાન ઉપરથી ઉપરની અનુમિતિ અટકી જાય છે.
તેથી, વહ્નિમાં ઉષ્ણતાનું જ્ઞાન એ અનુમિતિનો પ્રતિબંધક છે. તેથી, વહ્નિમાં ઉષ્ણતા એ હેત્વાભાસ (હેતુનો દોષ) થયો. (કારણ કે જેનું જ્ઞાન પ્રતિબંધક એ પોતે હેત્વાભાસ.)
‘વહ્નિઃ અનુષ્નઃ’ એવી અનુમિતિનો ‘વૃદ્ધિઃ ૩ષ્ણ:’ એવું જ્ઞાન એ બાધ કરે છે. માટે વહ્નિમાં ઉષ્ણતા એ બાધ પ્રકારનો હેત્વાભાસ થયો.
અહીં એટલું ખ્યાલમાં રાખવું કે દોષ એ ખોટી ચીજ નથી, પણ તેને લીધે જે દુષ્ટ થાય છે એ ખોટી ચીજ છે. દા.ત. આંખમાં કણિયો પડે અને આંખ લાલ થાય એમાં કણિયો એ દોષ છે, દુષ્ટ નહિ. લાલ આંખ એ દુષ્ટ છે. દોષ સ્વયં દુષ્ટ ન બને, પણ એ જેને અથડાય તે દુષ્ટ બને.
પ્રસ્તુતમાં, ‘વહ્નિમાં ઉષ્ણતા' એ દોષ રૂપ છે, પણ સ્વયં દુષ્ટ નથી. એ દોષને લીધે ‘દ્રવ્યત્વાત્’ એવો જે હેતુ વપરાયો છે એ દુષ્ટ બને છે. અને તેથી એ વહ્નિમાં અનુષ્ણતા સાધ્યની સિદ્ધિરૂપ જે સ્વકાર્ય છે તેને કરી શકશે નહિ.
વળી આમાં એ પણ જણાય છે કે જે વ્યક્તિને પૂર્વે અગ્નિનો પરિચય નથી. એટલે કે વહ્નિ ઉષ્ણ હોય છે એવું જેને ખબર નથી, તેને કોઈ આવું અનુમાન કરી દેખાડશે કે :
વૃદ્ધિ અનુા:, વ્યાત્, ગત્તવત્ તો એ અનુમાન તે વ્યક્તિને થઈ જ જશે. એનું અનુમાન અટકશે નહિ. હવે, ‘વહ્નિમાં ઉષ્ણતા’ કે જે બાધ પ્રકારનો હેત્વાભાસ દોષ છે એ તો વહ્નિમાં રહ્યો જ છે અને તેમ છતાં ઉક્ત વ્યક્તિને અનુમિતિ અટકતી નથી.
માટે જણાય છે કે વહ્નિમાં ઉષ્ણતા રહી છે એટલા માત્રથી એ અનુદ્ઘિતિની પ્રતિબંધક બનતી નથી, પણ એનું જ્ઞાન થાય તો એ જ્ઞાન અનુમિતિનું પ્રતિબંધક બને છે. માટે હેત્વાભાસની વ્યાખ્યામાં ‘જેનાથી’ એમ ન લખતાં ‘જેના જ્ઞાનથી’ એમ લખ્યું છે.
હેત્વાભાસ દોષથી દુષ્ટ બનનાર હેતુ અસદ્વેતુ કહેવાય છે. હેત્વાભાસ દોષ પાંચ છે માટે અસદ્ધંતુઓ પણ પાંચ છે.
હેત્વાભાસ : પાંચ (૧) વ્યભિચાર (વ્યભિચારી) (૨) વિરોધ (વિરુદ્ધ) (૩) સત્પ્રતિપક્ષ (સત્પ્રતિપક્ષિત) (૪) બાધ (બાધિત) અને (૫) અસિદ્ધિ (અસિદ્ધ).
(૧) વ્યભિચાર : દેતોઃ સાધ્યામાવવવૃત્તિત્વમ્ મિવારઃ (અનેકાન્ત)
આગળ આપણે જોઈ ગયા કે સાધ્યામાવવવૃત્તિત્વમ્ એ વ્યાપ્યતા (વ્યાપ્તિ) નું લક્ષણ છે. આવું લક્ષણ જેમાં હોય તે વ્યાપ્ય બને છે, અને સાધ્ય (વ્યાપક) ની સિદ્ધિ કરી શકે છે.
હવે ક્યારેક એવો હેતુ વપરાયો હોય છે કે એ સાધ્યાભાવવામાં અવૃત્તિ ને બદલે વૃત્તિ હોય છે (રહ્યો હોય છે.)