________________
226
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
. (૪) માનસ સ્થળે તો જ્ઞાનમાં પ્રકાર તરીકે ભાસતું સામાન્ય એ પ્રયાસત્તિ આટલું જ આવશ્યક છે. કેમકે
ત્યાં મન ઇન્દ્રિય સાથે વિષયના સંબંધની આવશ્યકતા નથી. જેમ કે અણુત્વેન કોઈક અણુની ઉપસ્થિતિ થઈ જતાં 'અg:’ એવા જ્ઞાનમાં પ્રકારીભૂત અણુવ પ્રયાસત્તિ બનીને સકલ અણુની ઉપસ્થિતિ કરાવી આપે છે. એ જ રીતે શબ્દાદિ દ્વારા પિશાચવિશેષનું જ્ઞાન થઈ જતાં પિશાચન સકલ પિશાચ ઉપસ્થિત થઈ શકે છે.
(मु.) परन्तु समानानां भावः सामान्यं, तच्च क्वचिन्नित्यं धूमत्वादि, क्वचिच्चाऽनित्यं घटादि । यत्रैको घटः संयोगेन भूतले समवायेन कपाले वा ज्ञातः, तदनन्तरं सर्वेषामेव तद्घटवतां भूतलादीनां कपालादीनां वा ज्ञानं भवति, तत्रेदं बोध्यम्। परन्तु सामान्यं येन सम्बन्धेन ज्ञायते, तेन सम्बन्धेनाधिकरणानां प्रत्यासत्तिः।
(મુ.) પરંતુ સમાન (પદાર્થો)નો ભાવ તે સામાન્ય. એ ક્યાંક નિત્ય હોય છે (જેમ કે) ધૂમત્વાદિ. ક્યાંક અનિત્ય હોય છે (જેમ કે) ઘટાદિ. જ્યાં એક ઘડો સંયોગથી ભૂતલ પર અથવા સમવાયથી કપાલમાં જણાયો, તે પછી તે ઘટવાળા બધા ભૂતલાદિ કે કપાલાદિ (અધિકરણો)નું જ્ઞાન થાય છે ત્યાં આ (અનિત્ય સામાન્ય) જાણવું. પણ સામાન્ય જે સંબંધથી જણાય તે સંબંધથી જ અધિકરણની પ્રયાસત્તિ બને છે.
(વિ) જેમ મય ધૂમ: (મયે ઘૂમવૈવાન) એવા જ્ઞાનના પ્રકારૂપ ધૂમત્વથી તેના (ધૂમત્વના) આશ્રયભૂત સકલધૂમનું અલૌકિક પ્રત્યક્ષ થાય છે તેમ વટવેદું મૂતત્રમ્ એવું ચાક્ષુષપ્રત્યક્ષ કર્યા બાદ એ જ્ઞાનના પ્રકારભૂત ઘટથી તદ્ઘટના આશ્રયભૂત ભૂતલાદિ સકલ અધિકરણોનું પણ અલૌકિકપ્રત્યક્ષ થાય છે. એટલે કે હવે “ઘડો' પણ સામાન્યલક્ષણા પ્રયાસત્તિનું કામ કરે છે. તેથી અહીં “સામાન્ય’ એટલે જાતિ એવો અર્થ લઈ શકાતો નથી. માટે મુક્તાવલીકાર કહે છે - સમાનોનો ભાવ તે સામાન્ય. ઘૂમત્વવાનું જે કોઈ છે એ બધા સમાન છે. એ બધાનું સમાનપણું ધૂમત જ છે. તેથી ઘૂમત્વ એ સામાન્ય. વળી એ જાતિ હોવાથી આ સામાન્ય નિત્ય છે. એમ તદ્ઘટવાનું જે કોઈ છે એ, એ અંશે સમાન છે, ને તેથી તદ્ઘટ એ જ તેઓનું સમાનપણું-સામાન્ય છે. એ અનિત્ય હોય છે એ સ્પષ્ટ છે.
વળી ઘટવર્ મૂતતનું આવું જો ચાક્ષુષ થયું હોય તો તદ્ઘટાત્મક સામાન્યથી, તદ્ઘટના તે જ આશ્રયોનું જ્ઞાન થાય છે જે સંયોગ સંબંધથી તદ્ઘટવાન્ હોય... કારણ કે ઘટવેદું મૂતમ્ આવા ચાક્ષુષમાં ઘડો સંયોગસંબંધથી પ્રકાર છે. એમ ઘટવત્ પામ્ આવું જો ચાક્ષુષ થયું હોય તો તદ્ઘટના સમવાય સંબંધથી જે આશ્રય હોય એનું જ જ્ઞાન થાય છે. એટલે કે પ્રકારતાવચ્છેદક સંબંધથી જે કોઈ આશ્રય હોય એનું અલૌકિકપ્રત્યક્ષ થાય એ જાણવું...
(मु.) 'किन्तु यत्र तद्घटनाशानन्तरं तद्घटवतः स्मरणं जातं, तत्र सामान्यलक्षणया सर्वेषां तद्घटवतां भानं न स्यात्, सामान्यस्य तदानीमभावात्। 'किश्चेन्द्रियसम्बद्धविशेष्यकं घट इति ज्ञानं यत्र जातं, तत्र परदिने इन्द्रियसम्बन्धं विनाऽपि तादृशज्ञानप्रकारीभूतसामान्यस्य सत्त्वात् तादृशज्ञानं कुतो न जन्यते ? तस्मात्सामान्यविषयकं ज्ञानं प्रत्यासत्तिः, न तु सामान्यमित्याह - आसत्तिरिति ।
(મુ) પણ જ્યાં તદ્ઘટનોનાશથયા પછી તઘટવાનું સ્મરણ થયું ત્યાં સામાન્યલક્ષણાથી તદ્ઘટવા બધા અધિકરણોનું જ્ઞાન નહીં થાય, કારણ કે સામાન્યનો (તદ્ઘટનો) ત્યારે અભાવ છે. વળી, ઇન્દ્રિયસંબદ્ધવિશેષ્યક ઘટઃ એવું જ્ઞાન જ્યાં થયું ત્યાં બીજા દિવસે ઇન્દ્રિયસંબંધ વિના પણ તાદશજ્ઞાનના પ્રકારભૂત સામાન્ય વિદ્યમાન હોવાથી તાદશજ્ઞાન (=અલૌકિક પ્રત્યક્ષ) કેમ નથી થતું? તેથી સામાન્યવિષયક જ્ઞાન એ પ્રયાસત્તિ છે, નહીં કે સામાન્ય... આ વાત નત્તિ... ઇત્યાદિ ૬૪મી કારિકામાં કરે છે.
(વિ.) સામાન્યને પ્રત્યાસત્તિ તરીકે લેવામાં વ્યતિરેક અને અન્વયે બંને વ્યભિચાર આવે છે. તે આ રીતે - (૧) પટવર્ મૂત્રમ્ એવું ચાક્ષુષ થયું. પછી તદ્ઘટનો ધ્વંસ થઈ ગયો. ને પછી ધટવર્ મૂતમ્ એવું સ્મરણ થયું.