________________
220
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
(૩) વાયુમાં રહેલી સત્તા એદ્રવ્યસમવેત પદાર્થ છે. એના પ્રત્યક્ષ માટે ઉદ્ધતરૂપ અને મહત્ત્વ સ્વાશ્રયસમવાયસંબંધથી કારણ છે. અલબત્ વાયુમાં રૂપ નથી. છતાં ઘટમાં રહેલું રૂપ ઘટીયસત્તામાં સ્વાશ્રયસમવાયસંબંધથી રહેલું જ છે. ને એ જ સત્તા વાયુમાં હોવાથી એમાં પણ એ સંબંધથી રૂપ આવી જવાના કારણે પ્રત્યક્ષત્વાપત્તિ છે.
(૪) વાયુના સ્પર્શ વગેરે ગુણમાં રહેલી સત્તા દ્રવ્યસમવેતસમવેત પદાર્થ છે. એના પ્રત્યક્ષ માટે ઉદ્ભરૂપ સ્વાશ્રયસમવેતસમવાય સંબંધથી કારણ છે. આ સંબંધથી ઘટીયરૂપ ઘટરૂપગત સત્તામાં છે. ને એ જ સત્તા વાયુગતસ્પર્શમાં છે. માટે વાયુસ્પર્શગતસત્તામાં પણ રૂપ આવી જવાથી પ્રત્યક્ષત્વાપત્તિ સ્પષ્ટ છે.
(૫) આ ચારમાંથી બીજી અને ત્રીજી આપત્તિ દ્રવ્યસમવેતપદાર્થ અંગે છે. એના વારણ માટે ગ્રંથકાર કહે છે કે ઉદ્વરૂપ અને મહત્ત્વને સ્વતંત્ર કારણ ન માનતા એનો જે ચક્ષુ સંયુક્તસમવાય સંનિકર્ષ છે એના વિશેષણ તરીકે પ્રવેશ કરાવીકારણ માનવા જોઈએ. અર્થાત્ ઉદ્ભરૂપાવચ્છિન્ન-મહત્ત્વાવચ્છિન્નચક્ષુ સંયુક્ત સમવાયએસંનિકર્ષ છે. એટલે કે જ્યાં ઉદ્ભરૂપ હોય અને મહત્ત્વ હોય એવા પદાર્થમાં ચક્ષુસંયોગ હોવો જોઈએ. આવા ચક્ષુસંયોગથી ઘટિત ચક્ષુસંયુક્ત સમવાય સંનિકર્ષ બને.
(૬) એમ પહેલી અને ચોથી આપત્તિ દ્રવ્યસમવેતસમવેત પદાર્થ અંગે છે. એના વારણ માટે પણ, એનો ચક્ષુસંયુક્તસમવેતસમવાયએવો જે સંનિકર્ષછે એના ઘટક ચક્ષુસંયોગને ઉદ્ભરૂપાવચ્છિન્નને મહત્ત્વાવચ્છિન્ન લેવો.
(૭) પરમાણુમાં મહત્ત્વ ન હોવાથી, એમાં થતો ચક્ષુસંયોગમહત્ત્વાવચ્છિન્ન ન બનવાના કારણે પરમાણુનીલગત નીલત્વ માટેનો કે પરમાણુગત પૃથ્વીત્વ માટેનો સંનિકર્ષ સંપન્ન થતો નથી. તેથી એ બેનું પ્રત્યક્ષ થવાની આપત્તિ રહેતી નથી.
(૮) વાયુમાં રૂપ ન હોવાથી, એમાં થતો ચક્ષુસંયોગ ઉદ્ભરૂપાવચ્છિન્ન ન બનવાના કારણે વાયુગતસત્તા કે વાયુસ્પર્શગતસત્તા માટેનો સંનિકર્ષ સંપન્ન ન થવાના કારણે પ્રત્યક્ષત્વાપત્તિ રહેતી નથી.
(૯) આજ રીતે આલોકસંયોગને પણ સંનિકર્ષઘટકચક્ષુસંયોગના વિશેષણ તરીકે પ્રવિષ્ટ કરી દેવાથી... (અર્થાત્ જ્યાં પ્રકાશ પડતો હોય ત્યાં જ ચક્ષુસંયોગ હોવો જોઈએ... એટલે કે આલોકસંયોગાવચ્છિન્ન ચક્ષુસંયોગ જોઈએ એમ વિશેષણ જોડવાથી) અંધકારવાળા ભાગમાં ચક્ષુસંયોગ હોવા છતાં બીજી બાજુ પ્રકાશિત ઘડો પ્રત્યક્ષ થવાની આપત્તિ આવતી નથી.
(मु.) एवं द्रव्यस्पार्शनप्रत्यक्षे त्वक्संयोगः कारणम्, द्रव्यसमवेतस्पार्शनप्रत्यक्षे त्वक्संयुक्तसमवायः, द्रव्यसमवेतसमवेतस्पार्शनप्रत्यक्षे त्वक्संयुक्तसमवेतसमवायः। अत्रापि महत्त्वावच्छिन्नत्वमुद्भूतस्पर्शावच्छिन्नत्वंच पूर्ववदेव बोध्यम्।
(મુ.) (જેમ ચક્ષુજન્ય પ્રત્યક્ષ અંગે વિવિધ સંનિકર્ષકહ્યા એમ ત્વગિન્દ્રિયજન્ય પ્રત્યક્ષ અંગે પણ આ રીતે જાણવા) દ્રવ્યસ્પાર્શનપ્રત્યક્ષમાંત્વક્સંયોગકારણ (=સંનિકર્ષ) છે. દ્રવ્યસમવેત (સ્પર્ધાદિ)નાસ્પાર્શનપ્રત્યક્ષમાંત્વક્સંયુક્ત સમવાય અનેદ્રવ્યસમવેતસમવેત (સ્પર્શવાદિ)ના સ્માર્શનપ્રત્યક્ષમાંત્વક્સયુક્તસમવેતસમવાયએ કારણ છે. અહીંપણ (પરમાણુમાં રહેલ પૃથ્વીત્વ વગેરેનું સ્પાર્શનપ્રત્યક્ષ વારવા માટે) મહત્ત્વાવચ્છિન્નત્વ અને ઉદ્ભતસ્પર્શાવચ્છિન્નત્વ એવા બે વિશેષણો સંનિકર્ષઘટકત્વક્સંયોગના પૂર્વવત્ જાણવા. (સ્પાનપ્રત્યક્ષમાં આલોકસંયોગ એ કારણ ન હોવાથી આલોકસંયોગાવચ્છિન્નત્વ વિશેષણની જરૂર નથી.)
(मु.) एवं गन्धप्रत्यक्षेघ्राणसंयुक्तसमवायः, गन्धसमवेतस्य घ्राणजप्रत्यक्षेघ्राणसंयुक्तसमवेतसमवायः। रासनप्रत्यक्षे रसनासंयुक्तसमवायः, रससमवेतरासनप्रत्यक्षेरसनासंयुक्तसमवेतसमवायः कारणम्।शब्दप्रत्यक्षे श्रोत्रावच्छिन्नसमवायः, शब्दसमवेतश्रावणप्रत्यक्षे श्रोत्रावच्छिन्नसमवेतसमवायः कारणम्। अत्र सर्वं प्रत्यक्षं लौकिकं बोध्यम् । वक्ष्यमाणम