________________
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
184
વેતિ ઇત્યાદિમાં જે કર્તા છે એ જ કરણ પણ છે.
(૨) કારિકામાં તથાત્યું ફૅન્દ્રિયાળાં નેત્ ? આટલો પૂર્વપક્ષ છે ને ૩૫ધાતે થં સ્મૃતિઃ ? આ ઉત્તરપક્ષ છે. એટલે ઉત્તરપક્ષના વાક્યમાં કોનો ઉપઘાત ? એનો ઉલ્લેખ નથી. તેથી મુક્તાવલીમાં ૩૫થાતે-નાશે ક્ષતિ આટલું જણાવ્યા બાદ ‘આ નાશ કોનો ?’ એ જણાવવા અર્થાત્ ઇત્યાદિ કહ્યું છે. (તેથી ફન્દ્રિયાળાં પદનો અન્વય ઉભયત્ર જાણવો.)
(का.) मनोऽपि न तथा, ज्ञानाद्यनध्यक्षं तदा भवेत् ।
(मु.) ननु चक्षुरादीनां चैतन्यं माऽस्तु, मनसस्तु नित्यस्य चैतन्यं स्यादत आह मनोऽपीति । न तथा=न चेतनम् । ज्ञानाद्यनध्यक्षं तदा भवेत्, मनसोऽणुत्वात्, प्रत्यक्षे महत्त्वस्य हेतुत्वात्, मनसि ज्ञानसुखादिसत्त्वे तत्प्रत्यक्षानुपपत्तिरित्यर्थः । यथा च मनसोऽणुत्वं तथाऽग्रे वक्ष्यते ।
(મન-આત્મવાદ)
(કા.) મન પણ તથા–ચેતન નથી, કારણ કે તદા=એવું માનીએ તો જ્ઞાનાદિ અપ્રત્યક્ષ બની જાય. (મુ.) શંકા : (ચક્ષુ વગેરેનો ઉપઘાત થવા પર સ્મરણ અસંગત બનતું હોવાથી) ચક્ષુ વગેરેમાં ભલે ચૈતન્ય ન માનો, નિત્ય એવા મનમાં ચૈતન્ય સંભવી શકે છે. (મન તો નિત્ય હોવાથી ઉપઘાતનો પ્રશ્ન જ ન હોવાથી સ્મરણની અનુપપત્તિ પણ નહીં થાય.) સમાધાન ઃ મન અણુ હોવાથી અને પ્રત્યક્ષ પ્રત્યે મહત્ત્વ કારણ હોવાથી જો જ્ઞાન-સુખ વગેરે (મહત્પરિમાણશૂન્ય એવા) મનમાં રહ્યા હોય તો એ બધાનું પ્રત્યક્ષ અસંગત ઠરી જાય. મન જે કારણે અણુ મનાયું છે તે આગળ કહેવાશે.
(વિ.) જ્ઞાનગુણના આશ્રયભૂત જે દ્રવ્ય છે તેનું પરિમાણ કેવું છે ? આ વિચારીએ. જો એ અણુપરિમાણ હોય તો જ્ઞાનાદિ અપ્રત્યક્ષ બની જવાની આપત્તિ આવે છે. જો એ મધ્યમ પરિમાણ હોય તો એનો અર્થ એ થાય કે એ અવયવી છે. ને તેથી એને અનિત્ય માનવાની આપત્તિ આવે. (તથા એના નાશ બાદ સ્મરણાદિની અનુપપત્તિ વગેરે દોષ ઊભા થાય.) તેથી એને ઉત્કૃષ્ટ=પરમમહત્ પરિમાણવાળું દ્રવ્ય માનવું પડે છે. હવે આ વિભુદ્રવ્યનો તો હંમેશા બધી ઇન્દ્રિય સાથે સંબંધ હોવાથી એકી સાથે અનેક જ્ઞાન થવાની આપત્તિ આવે. એ ન આવે એ માટે એક બીજું કરણ માનવું આવશ્યક બને છે. એનો જેની સાથે સંયોગ, એ ઇન્દ્રિયદ્વારા જ્ઞાન થાય. આ કરણ જો સાવયવ હોય તો એના ઉત્પત્તિ - વિનાશ - કારણો - પ્રાગભાવ વગેરે માનવાનું ગૌરવ થાય, માટે એને નિરવયવઅણુ માનવામાં આવેલ છે.
(मु.) नन्वस्तु विज्ञानमेवात्मा, 'तस्य स्वतः प्रकाशरूपत्वाच्चेतनत्वम् । 'ज्ञानसुखादिकन्तु तस्यैवाकारविशेषः । `तस्यापि भावत्वादेव क्षणिकत्वं, 'पूर्वपूर्वविज्ञानस्योत्तरोत्तरविज्ञाने हेतुत्वात् 'सुषुप्त्यवस्थायामप्यालयविज्ञानधारा निराबाधैव, ‘मृगमदवासनावासितवसन इव पूर्वपूर्वविज्ञानजनितसंस्काराणामुत्तरोत्तरविज्ञाने हेतुत्वान्नानुपपत्तिः स्मरणादेિિત ચૈત્
(ક્ષણિક વિજ્ઞાનવાદી બૌદ્ધમત)
(મુ.) પૂર્વપક્ષ વિજ્ઞાનને જ આત્મા માની લ્યો. તે સ્વતઃ પ્રકાશરૂપ હોવાથી ચેતન છે. રજ્ઞાન-સુખ વગેરે તેના જ આકારવિશેષ છે. તે પણ ‘ભાવ’ હોવાથી ક્ષણિક છે. પૂર્વપૂર્વ વિજ્ઞાન ઉત્તર-ઉત્તર વિજ્ઞાનનું કારણ હોવાથી (ઉત્તરવિજ્ઞાન પૂર્વવિજ્ઞાનને સદશ હોય છે.) પસુષુપ્તિ અવસ્થામાં પણ આલયવિજ્ઞાનધારા નિરાબાધ જ હોય છે. કસ્તુરીની વાસનાથી વાસિત વસ્ત્રની જેમ પૂર્વપૂર્વ વિજ્ઞાનજનિત સંસ્કારો ઉત્તરોત્તરવિજ્ઞાનમાં કારણ હોવાથી સ્મરણાદિની અસંગતિ થતી નથી.
(વિ.) (બૌદ્ધના મુખ્ય ૪ મત છે. સર્વશૂન્યવાદી માધ્યમિક. ક્ષણિક વિજ્ઞાનવાદી યોગાચાર, અનુમેય એવા