________________
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
ચાક્ષુષપ્રત્યક્ષનો અવિષય એવી જે દ્રવ્યમાં અવૃતિ જાતિ, તત્ત્વ હેતુ પણ શબ્દમાં વિશેષગુણત્વની સિદ્ધિ કરાવી આપવા સમર્થ છે એ જાણવું.
(૪) (2) શન્દ્ર: દ્રવ્યાશ્રિત (દ્રવ્યસમવેત:), મુળત્વાત્, સંયોવત્
માત્ર ગુણત્વ હેતુથી પણ દ્રવ્યાશ્રિતત્વ સિદ્ધ થઈ શકે છે, તેથી વિશેષગુણત્વને હેતુ તરીકે ન લેવાય, નહીંતર એ વ્યર્થવિશેષણઘટિત થવાથી વ્યાપ્યત્વાસિદ્ધિ દોષ આવે.
174
આમ, આકાશના પ્રમાણ તરીકે અપાયેલા અનુમાનના હેતુના ‘દ્રવ્યાશ્રિતત્વ’ એવા વિશેષ્ય અંશની શબ્દાત્મક પક્ષમાં સિદ્ધિ થઈ. હવે ‘અદ્રવ્યાનાશ્રિતત્વ’ એવા વિશેષણઅંશની સિદ્ધિ માટે ગ્રન્થકાર ક્રમશઃ ત્રણ અનુમાનો આપે છે.
(५) (1) शब्दः न स्पर्शवद्विशेषगुणः, अग्निसंयोगासमवायिकारणकत्वाभावे सति अकारणगुणपूर्वकत्वे सति प्रत्यक्षत्वात्, सुखवत्
અગ્નિસંયોગ જેનું અસમવાયિકારણ ન હોય, જે કારણગુણપૂર્વક ન હોય ને છતાં જે પ્રત્યક્ષ હોય, આવો પદાર્થ સ્પર્શવાન્ દ્રવ્યનો વિશેષગુણ હોતો નથી, જેમ કે સુખ.
પૃથ્વી, જલ, તૈજસ્ અને વાયુ આ ચાર સ્પર્શવાળાં દ્રવ્યો છે. એમાં (પટાદિ) અવયવીના રૂપ વગેરે વિશેષગુણ, પટાદિ અવયવીના કારણભૂત અવયવોના (તંતુ વગેરેના) ગુણોથી જન્ય હોય છે. એટલે કે કારણગુણપૂર્વક હોય છે. ઘટાદિમાં પાકજરૂપ વગેરે જે ઉત્પન્ન થાય છે એ કારણગુણપૂર્વક નથી હોતા, પણ એનું અગ્નિસંયોગ એ અસમવાયિકારણ હોય છે. પાકજરૂપનું ઘટાદિ એ સમવાયિકારણ, ને તેમાં અગ્નિસંયોગ રહ્યો છે જે પાકજરૂપાદિનું કારણ છે, માટે અગ્નિસંયોગ એનું અસમવાયિકારણ છે.
તેથી, હેતુનું ‘અગ્નિસંયોગા’ વિશેષણ મૂકવામાં ન આવે તો પાકજરૂપ અકારણગુણપૂર્વક પ્રત્યક્ષ છે, ને છતાં સ્પર્શવમ્ (ઘટાદિ) દ્રવ્યનો વિશેષગુણ છે. તેથી એમાં વ્યભિચાર આવે.
‘અકારણગુણપૂર્વકત્વ’ વિશેષણ ન મૂકે તો પટાદિના અપાકજરૂપાદિમાં અગ્નિસંયોગાસમવાયિકારણકત્વાભાવ અને પ્રત્યક્ષત્વ બંને હોવાથી વ્યભિચાર આવે. ‘પ્રત્યક્ષત્વ' ન લખવામાં આવે તો, જલીયપરમાણુનું રૂપ નિત્ય હોવાથી એમાં વ્યભિચાર આવે. પણ એ પ્રત્યક્ષ ન હોવાથી પ્રત્યક્ષત્વના પ્રવેશથી એ વ્યભિચારનું વારણ થાય છે.
(૬) (2) શબ્દ: ન વિશ્વામનમાં મુળ:, વિશેષનુળાત્‚ રૂપવત્ । દિગ્ વગેરેના ગુણો સામાન્યગુણ છે, વિશેષગુણ નહીં.
(૭) (3) શબ્તઃ ન આત્મવિશેષમુળઃ (=આત્મવિશેષમુળત્વામાવવાન), વિિરન્દ્રિયયોગ્યત્વાત, રૂપવત્ । જ્ઞાનસુખ વગેરે આત્માના વિશેષગુણો શ્રોત્રાદિ બહિરિન્દ્રિયગ્રાહ્ય હોતા નથી, જ્યારે શબ્દ તો શ્રોત્રગ્રાહ્ય છે, માટે એ આત્માનો વિશેષગુણ નથી.
આમ શબ્દ વિશેષગુણ હોવાથી એનો આશ્રય કોઈ દ્રવ્ય તો છે જ, વળી એ દ્રવ્ય પૃથ્યાદિ આઠ દ્રવ્યોથી ભિન્ન છે, તેથી નવમું દ્રવ્ય સિદ્ધ થાય છે જે લાઘવતર્કથી એક અને નિત્ય સિદ્ધ થાય છે. વળી શબ્દ તો આખા વિશ્વમાં ક્યાંય પણ ઉત્પન્ન થઈ શકે છે, માટે એ દ્રવ્ય વિભુ છે. આમ નવમા આકાશદ્રવ્યની સિદ્ધિ થયેલી જાણવી.
(मु.) न च वाय्ववयवेषु सूक्ष्मशब्दक्रमेण वायौ कारणगुणपूर्वकः शब्द उत्पद्यतामिति वाच्यम्, अयावद्द्रव्यभावित्वेन वायोर्विशेषगुणत्वाभावात् ॥४४॥
(મુ.) ‘વાયુના અવયવોમાં સૂક્ષ્મશબ્દ (ઉત્પન્ન થાય છે ને પછી ઉત્તરોત્તર વધતા) ક્રમે વાયુમાં (=વાયુના મહત્ત્પરિમાણવાળા