________________
166
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
સમાધાન - (અનુમાન પ્રમાણ છે.) ચક્ષુ તૈજસ્છે, કારણકે પરકીય સ્પર્ધાદિની અવ્યંજક હોવા સાથે પરકીયરૂપની વ્યંજક છે. જેમકે પ્રદીપ. (દષ્ટાંતભૂત) પ્રદીપ સ્વકીયસ્પર્શનો ભંજક તો છે જ. એટલે (જો પ્રથમ પરકીય' પદ નમૂકે તો હેતુનું વિશેષણ સ્પર્ધાદિ અવ્યંજકત્વ' એટલું જ થાય જે પ્રદીપમાં ન હોવાથી એની) દૃષ્ટાંતમાં અવ્યાપ્તિ થાય. તેથી એના વારણ માટે એ પ્રથમ પરકીય’ પદ મૂક્યું છે. ઘટાદિ (પણ પરકીયસ્પર્શાદિનું પ્રત્યક્ષ કરાવી શકતા ન હોવાથી પરકીયસ્પર્શાદિના અવ્યંજક તો છે જ. વળી) સ્વકીયરૂપના વ્યંજક છે. (તેથી જો બીજું પરકીય' પદ મૂકવામાં ન આવે તો જે હેતુ થાય કે પરીક્ષઘવ્યક્ઝર્વે સતિ રૂપચંન્નત્વ તે ઘટાદિમાં પણ રહી જાય, જ્યાં તૈજસત્વ નથી.) તેથી વ્યભિચાર આવે. એના વારણ માટે બીજું “પરકીય' પદ છે. (વટાદિ પરકીયરૂપના વ્યંજક ન હોવાથી હવે એમાં હેતુ જ ન જવાથી વ્યભિચાર નહીં આવે.)
અથવા, (પ્રદીપનાબદલે) પ્રભાને દષ્ટાંત તરીકે લેવી પણ સંભવિત હોવાથી પ્રથમ ‘પરકીય' પદની જરૂર નથી. ચક્ષુસજ્ઞિકર્ષમાં વ્યભિચાર ન આવે એ માટે (અહીં પણ) દ્રવ્યત્વ' વિશેષણ જોડવું.
(વિ.) (૧) પ્રભાને દૃષ્ટાંત તરીકે લેવામાં પ્રથમ પરકીય પદની જરૂર એટલા માટે નથી કે એ ન મૂકવા છતાં એ દષ્ટાંત હતુવિકલ બનતું નથી. તે પણ એટલા માટે કે પ્રભા સ્વકીયસ્પર્શની પણ અભિવ્યંજક નથી. પ્રદીપ સ્વકીયસ્પર્શનો વ્યંજક હતો. તેથી એ હેતુવિકલ ન બની જાય એ માટે “પરકીય” પદ મૂકેલું.
શંકા- જો પ્રથમ ‘પરકીય’ પદ કાઢી નાખો તો દ્વિતીય પરકીય' પદની પણ શી જરૂર છે? કારણ કે ઘટાદિમાં વ્યભિચારના વારણ માટે એ મૂકેલું. પણ હવે પ્રથમ “પરકીય” પદ કાઢી નાખવાથી અ વ્યક્ઝર્વ’ આટલું જ જે હેતનું વિશેષણ રહે છે તે જ ઘટાદિમાં નથી, કારણ કે ઘટાદિ સ્વકીય સ્પર્ધાદિના તો વ્યંજક છે જ. એટલે વિશિષ્ટ હેતુ જ ઘટાદિમાં ન રહેવાથી વ્યભિચાર આવતો જ નથી.
સમાધાન - છિદ્રમાંથી પ્રવેશતા સૂર્યકિરણમાં જે પાર્થિવ રજકણો દેખાય છે તેનો સ્પર્શ જણાતો નથી, પણ રૂપ દેખાય છે. એટલે કે એનામાં સ્વકીયસ્પર્શવ્યંજકત્વ પણ નથી, કિંતુ રૂપવ્યંજત્વ છે. તેથી જો બીજું પરકીય' એવું વિશેષણ પણ ન મૂકીએ તો સ્પર્શાવ્યન્નત્વે સતિ રૂપજ્ઞત્વ આવો જે હેતુ થાય છે એ તેમાં રહી જવાથી ને તૈજસત્વ ન હોવાથી વ્યભિચાર આવે. એટલે એના વારણ માટે બીજું પરકીય'પદ તો આવશ્યક છે જ. આ પાર્થિવ ત્રસરેણુ પરકીયરૂપાદિની વ્યંજક ન હોવાથી હેતુ જ એમાં ન રહેવાના કારણે હવે વ્યભિચાર નહીં આવે. ( પીયસ્પર્શાવ્યન્નત્વે સતિ (અથવા સ્પર્શાવ્યત્વેતિ) આવું આખું વિશેષણનમૂકે તો પરક્કીયચંન્નત્વ એટલો જ હેતુ રહે જે મનમાં હોવાથી વ્યભિચાર આવે. એના વારણ માટે આખું વિશેષણ છે. મન તો સ્પર્શાદિના ત્વાચપ્રત્યક્ષાદિનું પણ કારણ બનતું હોવાથી સ્પશદિવ્યંજક પણ છે. તેથી વ્યભિચાર દહીં આવે.
ચક્ષુમાં પરકીયસંખ્યાદિનું પણ અભિવ્યંજકત્વ છે. એટલે હેતુસ્વરૂધ્યાસિદ્ધ ન થઈ જાય એ માટે પરકીયસ્પર્શાદ્યવ્યંજકત્વ' માં “સ્પર્શાદ' નો ઉલ્લેખ છે.
(मु.) विषयं दर्शयति - वह्रिरिति । ननु सुवर्णस्य तैजसत्वे किं मानम् ? इति चेत् ? न, सुवर्णं तैजसं, असति प्रतिबन्धकेऽत्यन्तानलसंयोगेऽप्यनुच्छिद्यमान(जन्य)द्रवत्वात्, यन्नैवं तन्नैवं, यथा पृथिवीति । न चाप्रयोजकं, पृथिवीद्रवत्वस्य जन्यजलद्रवत्वस्य चात्यन्तानलसंयोगनाश्यत्वात् । 'ननु पीतिमगुरुत्वाश्रयस्यापि तदानीं द्रुतत्वात्तेन व्यभिचार इति चेत् ? न, जलमध्यस्थमसीक्षोदवत् तस्याद्रुतत्वात् ।
(સુવર્ણમાં તૈજસત્વસિદ્ધિ) (મુ) (તૈજસ) વિષય દર્શાવે છે -સુવર્ણ તૈજસ્ (દ્રવ્ય) છે એમાં શું પ્રમાણ છે” આવી શંકા યોગ્ય નથી, કારણ કે (એમાં અનુમાન પ્રમાણ છે. તે આ-)