________________
162
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
ચંદન વગેરેમાં જે ઠંડક અનુભવાય છે તે ચંદનગત અધિક શીતળ જલીયાંશની જ હોય છે. (એટલે કે ત્યાં પણ કારણ તરીકે જળ હાજર હોવાથી જન્મજલત્વ કારણતાવચ્છેદક હોવામાં કોઈ વાંધો નથી.) અગ્નિસંયોગથી જળમાં જે ઉષ્ણતાની પ્રતીતિ થાય છે તે ઔપાલિકી હોવી સ્પષ્ટ જ છે. કારણ કે જળમાં પાક સંભવતો નથી.'
(વિ.) (૧) જેમ ઘડામાં પાક થવાથી જૂનો શ્યામવર્ણ નાશ પામી રક્તવર્ણ જે ઉત્પન્ન થાય છે એ અગ્નિસંયોગ કાઢી લીધા પછી પણ કાયમ રહે છે. એ રીતે પાણીમાં પાક થઈને ઉણસ્પર્શ પેદા થયો છે એમ માની લેવામાં આવે તો એનો જૂનો શીતસ્પર્શનષ્ટ થયેલો માનવો પડે તથા અગ્નિ સંયોગ કાઢી લીધા પછી પણ ઉષ્ણસ્પર્શ કાયમ રહેવો જોઈએ. પણ એ રહેતો નથી ને પાણી ઠંડું પડી જાય છે. માટે એમાં પાકથી ઉષ્ણસ્પર્શ પેદા થયો છે એમ માની શકાય નહીં.
(ા.) તત્ર દ્રવવંતુ સાંસિદ્ધિમુલાહતમ્ રૂા.
(मु.) स्नेहस्तत्रेति । घृतादावपि तदन्तर्वर्तिजलस्यैव स्नेहः, जलस्य स्नेहसमवायिकारणत्वात्, तेन जले एव स्नेह इति मन्तव्यम् । द्रवत्वमिति ।सांसिद्धिकद्रवत्वत्वं जातिविशेषः प्रत्यक्षसिद्धः । तदवच्छिन्नजनकतावच्छेदकमपि तदेवेति भावः । तैलादावपि जलस्यैव द्रवत्वं, स्नेहप्रकर्षेण च दहनानुकूल्यमिति वक्ष्यति ॥३९॥
(ક.) જળમાં સ્નેહ અને દ્રવત્વ તો સાંસિદ્ધિક કહ્યું છે.
(મુ.) ઘી વગેરેમાં [જે સ્નેહ (સ્નિગ્ધતા) જણાય છે તે પણ તે ઘીમાં અન્તર્વર્તી જળનો જ સ્નેહ હોય છે, કારણ કે જળ સ્નેહનું સમવાયિકારણ છે. તેથી જળમાં જ સ્નેહ હોય છે એમ માનવું જોઈએ. સાંસિદ્ધિક દ્રવર્તીત્વ એ જાતિવિશેષ છે જે પ્રત્યક્ષસિદ્ધ છે. તદવચ્છિન્નજનકતાવચ્છેદકપણ ત(=જન્યજલત્વજ) છે. તેલ વગેરેમાં પણ જળનું જદ્રવત્વ હોય છે. સ્નેહપ્રકર્ષ હોવાના કારણે દહનાનુકૂલતા હોય છે તે આગળ કહેશે.
(વિ.) (૧) સાંસિદ્ધિકદ્રવત્વવાવચ્છિન્નકાર્યતાનિરૂપિત કારણતાનો અવચ્છેદકજ જલત્વ અને જન્યજલવાવચ્છિન્ન કાર્યતા નિરૂપિત કારણતાનો અવચ્છેદક જલત્વ. એમ જલત્વજાતિની સિદ્ધિ જાણવી.
(૨) તેલમાં જે દ્રવત્વ જણાય છે તે નૈમિત્તિક નથી પણ સાંસિદ્ધિક હોય છે એ પ્રત્યક્ષસિદ્ધ છે. પણ વસ્તુતઃ એ સાંસિદ્ધિક દ્રવત્વ તેલમાં અંતર્ગત જળનું જ હોય છે.
શંકા - તેલમાં જો પાણી રહેલું હોય તો તો અંગારા પર તેલ નાખવાથી અગ્નિ પ્રદીપ્ત ન થવો જોઈએ, પણ શાંત થઈ જવો જોઈએ.
સમાધાન - સામાન્ય જળ દહનવિરોધી હોવા છતાં તેલમાં રહેલું જળ સ્નેહપ્રકર્ષ (ઘણી સ્નિગ્ધતા) ધરાવતું હોવાથી દહનને અનુકૂળ હોય છે. આ વાત આગળ સ્નેહના નિરૂપણ વખતે કહેવાશે. (ા.) નિત્યાદ્રિ પ્રથમવત્ વિનુ દમનિમ્ |
इन्द्रियं रसनं सिन्धुहिमादिर्विषयो मतः ॥४०॥ (मु.)प्रथमवदिति । पृथिव्या इवेत्यर्थः । तथाहि - जलं द्विविधं नित्यमनित्यं च, परमाणुरूपं नित्यं, व्यणुकादि सर्वमनित्यमवयवसमवेतं च । अनित्यमपि त्रिविधं - शरीरेन्द्रियविषयभेदात्। पृथिवीतो यो विशेषस्तमाह-किन्त्विति। देहमयोनिज-अयोनिजमेवेत्यर्थः । जलीयं शरीरमयोनिजं वरुणलोके प्रसिद्धम् । इन्द्रियमिति।जलीयमित्यर्थः । तथाहिरसनंजलीयं, गन्धाद्यव्यञ्जकत्वे सति रसव्यञ्जकत्वात्, सक्तुरसाभिव्यञ्जकोदकवत् । रसनेन्द्रियसनिकर्षे व्यभिचारवारणाय द्रव्यत्वं देयम् ।