________________
પરમાણુjજમતા
149
तदन्या परमाणुभिन्ना पृथिवी द्व्यणुकादिरूपा सर्वाऽप्यनित्येत्यर्थः । सैव-अनित्या पृथिव्येवावयववतीत्यर्थः ।
(કા.) તે પૃથ્વી નિત્ય અને અનિત્ય એમ બે પ્રકારે છે. એમાં પરમાણુ રૂપ પૃથ્વી નિત્ય છે. તેનાથી ભિન્ન પૃથ્વી = ચણુકાદરૂપ બધી પૃથ્વી અનિત્ય છે. તે અનિત્ય પૃથ્વી જ અવયવવાળી છે.
(મુ.) (કારિકા જેવો જ અર્થ જાણવો.). (વિ.) નિત્યત્વ = પ્રાગભાવ પ્રતિયોગિત્વે સતિ ધ્વંસાપ્રતિયોગિત્વમ્... છતાં લાઘવ કરવું હોય તો, ધ્વમિત્રત્વે સતિ ધ્વસ પ્રતિયોગિતં નિત્યર્વમ્ એવું લક્ષણ જાણવું.
(मु.) नन्ववयविनि किं मानम् ? परमाणुपुञ्जरेवोपपत्तेः । न च परमाणूनामतीन्द्रियत्वाद् घटादीनां प्रत्यक्षं नस्यादिति वाच्यम्, एकस्य परमाणोरप्रत्यक्षत्वेऽपि तत्समूहस्य प्रत्यक्षत्वसंभवात्, यथैकस्य केशस्य दूरेऽप्रत्यक्षत्वेऽपि तत्समूहस्य प्रत्यक्षत्वम् । न चैको घटः स्थूल इति बुद्धेरनुपपत्तिरिति वाच्यम्, एको महान् धान्यराशिरितिवदुपपत्तेः।
(પરમાણુjજવાદી બૌદ્ધનો પૂર્વપક્ષ) (મુ.) અવયવી માનવામાં શું પ્રમાણ છે? કારણ કે પરમાણુપુંજ (માની લેવાથી જ અવયવી તરીકે અભિપ્રેત ઘટાદિની) સંગતિ થઈ જાય છે. “પરમાણુઓ અતીન્દ્રિય હોવાથી ઘટાદિનું પ્રત્યક્ષ નહીં થાય” એવી શંકા ન કરવી, કારણ કે એક પરમાણુ અપ્રત્યક્ષ હોવા છતાં તેનો સમૂહ પ્રત્યક્ષ હોય શકે છે. જેમ દૂર રહેલ એક વાળ દેખાતો નથી, પણ એનો સમૂહ દેખાય છે. “આ એક મોટો ઘડો-એવી બુદ્ધિ અસંગત કરશે એવી પણ દલીલ ન કરવી, કેમ કે “એક મોટો ધાન્યનો ઢગલો” એવી બુદ્ધિની જેમ એની પણ સંગતિ થઈ શકે છે.
(વિ.) બૌદ્ધોએ ચાર જાતના પરમાણુઓ માનેલા છે. ૧. ખર. ગંધ, રસ, રૂપ, સ્પર્શવાળા આનો સંઘાત એ પૃથ્વી. ૨. સ્નેહ. રસ, રૂપ, સ્પર્શવાળા આનો સંઘાત એ જળ. ૩. ઔણ્ય. રૂપ, સ્પર્શવાળા
આનો સંઘાત એ તેજ. ૪. ઈરણ... સ્પર્શવાળા
આનો સંઘાત એ વાયુ. ઘડા જેવું કોઈ સ્વતંત્ર અવયવી દ્રવ્ય નથી. પણ પાર્થિવ પરમાણુઓનો વિશિષ્ટ પુંજ એ જ લોકમાં “ઘડા' તરીકેનો વ્યવહાર પામે છે. પરમાણુઓનો વિલક્ષણ સંયોગ એ પુંજ છે. આવા પુંજથી જ, કહેવાતા ઘડાની સંગતિ થઈ જાય છે તો નવું સ્વતંત્ર અવયવી દ્રવ્ય માનવાનું ગૌરવ શા માટે વહોરવું જોઈએ?
(૧) શંકા - પરમાણુ અતીન્દ્રિય હોવાથી એનો સમુદાય (પંજ) પણ અતીન્દ્રિય રહેવાના કારણે ઘડા વગેરેનું ક્યારેય પ્રત્યક્ષ નહીં થવાની આપત્તિ આવશે. ક સમાઘાન - દૂર રહેલો એક વાળ જેમ દેખાતો ન હોવા છતાં વાળનો ઢગલો પડ્યો હોય તો દેખાય છે એમ પરમાણુ અપ્રત્યક્ષ હોવા છતાં પરમાણુપુંજ પ્રત્યક્ષ હોવો સંભવિત છે.
શંકા - ઘડા જેવું અવયવી દ્રવ્ય માનીએ તો તો એ એક ને મોટો માની જ શકાય છે. પણ હવે જો ખાલી પરમાણુઓ જ માનવાના હોય તો તો તે અનેક હોવાથી ને સૂક્ષ્મ હોવાથી એકત્વ ને સ્થૂલત્વની બુદ્ધિ શી રીતે થાય? એટલે પોપટઃ પૂર્વ આવી જે પ્રતીતિ થાય છે એની સંગતિ શી રીતે કરશો?