________________
143
પૃથ્વીત્વજાતિસિદ્ધિ
(વિ.) (૧) કાળ વગેરે પણ ગબ્ધના કારણ તો છે જ. તેથી એનો વ્યવચ્છેદ કરવા માટે ગન્ધહેતુ શબ્દનો અર્થ ગન્ધસમવાયિકારણ એવો કર્યો. કાલાદિ તો ગન્ધનું નિમિત્તકારણ છે.
ગન્ધવન્દ્ર = ગબ્ધ, ગન્ધસમવાયિકારણત્વની અપેક્ષાએ ગન્ધવન્દ્રમાં ઘણું લાઘવ છે એ સ્પષ્ટ છે. માટે પૃથ્વીનું લક્ષણ “ગંધવન્દ્ર” જ જાણવું.
(શંકા - તો પછી જેમ રૂપ અંગે ‘નાનારૂપવતી’ એમ કહ્યું છે, તેમ પ્રસ્તુતમાં પણ ગજ્જવતી કહેવું હતું ને, ગન્ધહેતુ એમ શા માટે કહ્યું?)
સમાધાન - પૃથ્વીત્વજાતિમાં પ્રમાણ દૃર્શાવવા એમ કહ્યું છે. (શંકા - ઘટાદિમાં પૃથ્વીત્વ તો પ્રત્યક્ષથી જણાય છે. પછી એમાં અનુમાન પ્રમાણ દર્શાવવાની જરૂર જ ક્યાં
સમાધાન - ઘટાદિમાં એ પ્રત્યક્ષ હોવા છતાં પરમાણુ વગેરેમાં એ પ્રત્યક્ષ નથી. તેથી પરમાણુથી માંડી સર્વ પૃથ્વીમાં સાધારણ એવા પૃથ્વીત્વની સિદ્ધિ માટે અનુમાન પ્રમાણ આવશ્યક છે. તે અનુમાન પ્રયોગ આવો જાણવો).
गन्धत्वावच्छिन्नसमवायसम्बन्धावच्छिन्नकार्यतानिरूपिततादात्म्यसम्बन्धावच्छिन्ना कारणता किञ्चिद्धर्मावच्छिन्ना, कारणतात्वात्, कपालनिष्ठकारणतावत्
ગન્ધત્વાવચ્છિન્ન જે કોઈ ગળે ઉત્પન્ન થાય છે એની કારણતાનો આવો અવચ્છેદક ધર્મ જો માનવામાં ન આવે તો એ બધું ગન્ધકાર્ય આકસ્મિક બની જવાની આપત્તિ આવે. આશય એ છે કે ગન્ધ માત્ર પાર્થિવદ્રવ્યોમાં જ ઉત્પન્ન થાય છે. અન્યત્ર ક્યાંય નહીં. એટલે આ પાર્થિવ દ્રવ્યોમાં કોઈ એવી વિશેષતા (વિશેષધર્મ) માનવી જ જોઈએ જે ગન્ધની ઉત્પત્તિમાં પ્રયોજક બને છે. જે બધા પાર્થિવદ્રવ્યોમાં રહેલ હોય ને અપાર્થિવમાં ક્યાંય ન રહેલ હોય એવો વિશેષધર્મ તો પૃથ્વીત્વ જ છે. એમ તો પાર્થિવદ્રવ્યોમાં દ્રવ્યત્વ, સત્તા વગેરે ધર્મો પણ રહ્યા છે, પણ એ બધા તો ગન્ધના પ્રયોજક નથી જ, કારણ કે એ ધર્મો તો જળાદિમાં પણ છે જ્યાં ગબ્ધ ઉત્પન્ન થતી નથી. એટલે હવે જો પૃથ્વીત્વ ધર્મને પણ ગબ્ધનો પ્રયોજક માનવાનો ન હોય તો કોઈ જ ધર્મ પ્રયોજક ન રહેવાથી ગન્ધકાર્યઆકસ્મિક બની જાય એ સ્પષ્ટ છે. (માત્ = અમાત્ય ગાયતે તલ્ગાર્મિમ) ગન્ધપૃથ્વીદ્રવ્યમાં જ ઉત્પન્ન થાય આવી વ્યવસ્થા કરનાર (પ્રયોજક) ઘર્મ જે છે તે જ કારણતાવચ્છેદક તરીકે સિદ્ધ થશે. એને પૃથ્વી નામ આપાયું છે ને લાઘવથી એ જાતિ તરીકે સિદ્ધ થાય છે.
શંકા - જેમ ઘરૂપનું કપાલરૂપ એ કારણ છે એમ ઘટગન્ધનું કપાલગન્ધ એ કારણ બને. એમાં પણ કપાલ જો સુરભિ હોય તો ઘટ પણ સુરભિ બને, કપાલ જો દુરભિ હોય તો ઘટ પણ કુરભિ બને. પણ હવે જે ઘડો એક સુરભિ અને એક દુરભિ એવા બે કપાલોથી બનાવ્યો હશે એમાં સુગંધ માનશો કે દુર્ગધ ?
સમાધાન - કેમ ? બન્ને માનીશું. સુરભિકપાલના ભાગમાં સુગંધ ને દુરભિકપાલના ભાગમાં દુર્ગધ...
શંકા- એનો અર્થ તો એ થાય કે એ ઘટમાં સુગંધ અને દુર્ગન્ધ અવ્યાપ્યવૃત્તિ છે. પણ એ સંભવતું નથી. કારણ કે માત્ર સુરભિકપાલ આરબ્ધ ઘટમાં સુગંધ એ જો વ્યાપ્યવૃત્તિ છે, તો આ ગુણ વ્યાપ્યવૃત્તિજાતીય બની જ ગયો.. ને જે ગુણ વ્યાપ્યવૃત્તિ જાતીય હોય તેને અન્યત્ર અવ્યાપ્યવૃત્તિ જાતીય માની શકાય નહીં.
સમાધાન - તો પછી એવા સુરભિ-દુરભિકપાલારબ્ધટમાં કોઈ જ ગન્ધ ઉત્પન્ન થતી નથી એમ માનીશું... શંકા - અરે ! કપાલમાં ગબ્ધ હોય ને તે કપાલથી આરબ્ધ ઘટમાં ગબ્ધ ન હોય આવું બને ?
સમાધાન - હા, કેમ ન બને? બંને ગબ્ધ એકબીજાનો પ્રતિબંધ કરે તો એક પણ ઉત્પન્ન નહીં થાય. તે રીતે - દુરભિકપાલગત દુર્ગન્ધ, સ્વાશ્રયસમતત્વ સંબંધથી સુગંધની ઉત્પત્તિ પ્રત્યે પ્રતિબંધક છે. (સ્વ-દુર્ગન્ધ, એનો આશ્રય દુરભિકપાલ, એમાં સમાવેત