________________
પાંચમી અન્યથાસિદ્ધિ
121
શંકા આ અનેક દ્રવ્યવસ્વ શું છે? જો એને અનેકદ્રવ્યસમતત્વ સ્વરૂપ કહેશો તો વ્યણુકનું પ્રત્યક્ષ થવાની આપત્તિ આવશે, કેમ કે એ બે પરમાણુમાં સમવેત છે.
સમાધાનઃ સમવેતસમતત્વ અનેકદ્રવ્યવર્ઘ એમ કહેવાથી આ આપત્તિ નહીં આવે, કારણ કે પરમાણુ સમવેત ન હોવાથી ત્યણુક સમવેતસમવેત નથી.
શંકા તો પછી આત્માનું પ્રત્યક્ષ નહીં થાય, કારણ કે એ સમવેત જ ન હોવાથી સમવેતસમવેત પણ નથી. સમાધાન : મજુમન્નદ્રવ્યત્વ અનેદ્રવ્યવä આમ લેવાથી આ કોઈ આપત્તિ નહીં આવે.
એટલે, પ્રત્યક્ષમાં મહત્ત્વનું કારણ માનવું કે અણુભિન્નદ્રવ્યત્વસ્વરૂપ અનેકદ્રવ્યવર્ઘને? એ પ્રશ્ન ઊભો રહ્યો.. કારણ કે એ બન્ને પ્રત્યક્ષના અવશ્યલૂમ નિયત પૂર્વવર્તી છે.
તેથી અહીં જોવું જોઈએ કે આ બેમાં લઘુ કોણ? જે લઘુ હોય તે કારણ, અને તભિન્ન અન્યથાસિદ્ધ. તો મહત્ત્વમાં અનેકદ્રવ્યવક્ત કરતાં શરીરકૃત લાઘવ છે. મહત્ત્વ = મહત્ત્વત્વજાતિમાન્ એટલે એનું શરીર માત્ર મહત્ત્વત્વજાતિથી જ ઘટિત છે.
જ્યારે અનેકદ્રવ્યવસ્વ = અણુભેદવદ્ભવ્યત્વે...એટલે કે એનું શરીર અણુ, ભેદ વગેરેથી ઘટિત છે, જે ગુરભૂત હોવું સ્પષ્ટ છે.
તેથી પ્રત્યક્ષ પ્રત્યે મહત્ત્વ એ કારણ, ને અનેકદ્રવ્યવસ્વ અન્યથાસિદ્ધ... મહત્ત્વનું કારણ માનવાથી મહત્ત્વત્વ કે જે જાતિ છે એ કારણતાવચ્છેદક બનવાથી લાઘવ થાય છે માટે એ જ કારણ છે, અનેકદ્રવ્યવસ્વ નહીં.
(2) ઉપસ્થિતિકૃતલાઘવઃ ઘટોત્પત્તિની બીજી ક્ષણે ઘટમાં રૂપ અને ગંધ આ બન્ને ઉત્પન્ન થાય છે, એટલે એ પૂર્વની ક્ષણે રૂપપ્રાગભાવ અને ગંઘપ્રાગભાવ આ બન્ને વિદ્યમાન હતા. તો ગંધપ્રાગભાવ પ્રત્યે કારણ કોણ ? કારણ કે રૂપનો ને ગંધનો બન્નેનો પ્રાગભાવ અવશ્યનિયતપૂર્વવૃત્તિ છે.
ગન્ધ પ્રત્યે કારણ કોણ? એવા પ્રશ્નમાં ગબ્ધપ્રાગભાવનો પ્રતિયોગી ગબ્ધ ઉપસ્થિત છે. એટલે એક સંબંધિ જ્ઞાનમપરસંબંધિસ્મારકમ્ ન્યાયે ગંધપ્રાગભાવની ઉપસ્થિતિ થવી સહજ શક્ય છે. તેથી એને કારણ માનવામાં ઉપસ્થિતિકૃત લાઘવ હોવાથી એ જ કારણ છે, ને રૂપપ્રાગભાવ અન્યથાસિદ્ધ જાણવો. આમ, ગંધત્વાવચ્છિન્ન પ્રત્યે ગંધપ્રાગભાવ કારણ હોવાથી પાકજ ગંધ પ્રત્યે પણ એને જ કારણ જાણવો. રૂપપ્રાગભાવ અન્યથા સિદ્ધ.
(3) સંબંધકૃતલાઘવઃ ઘટ પ્રત્યે કોણ કારણ? દંડ કે દંડત્વ? કારણ કે બન્ને અવશ્યનિયતપૂર્વવૃત્તિ છે. દંડને કારણ માનવામાં (ચક્રનિષ્ઠ પ્રત્યાત્તિથી) સ્વજ ભ્રમિવત્વ (સ્વદંડ, તન્યભ્રમિવત્ ચક્ર છે) સંબંઘ કારણતાવચ્છેદક બને છે જ્યારે દંડત્વને કારણ માનવામાં સ્વાશ્રયજન્યભ્રમિવત્ત સંબંધ કારણતાવચ્છેદક બને જેમાં ગૌરવ છે. તેથી દંડને કારણ માનવામાં સંબંધકૃતલાઘવ હોવાથી એ જ કારણ બને, દંડત્વ અન્યથાસિદ્ધ.
તર્કસંગઠદીપિકા વગેરેમાં અન્યથાસિદ્ધિનું લક્ષણ આવું આપ્યું છે : મચત્રકૂનિયતપૂર્વવર્તન વ #ાર્યક્ષમતે તત્સહિમતHજારમાં ક્યાંક દંડ-ચક્રાદિ સાથે રાસભા પણ પૂર્વવર્તી હોવા છતાં, અન્યત્ર એ આવશ્યક ન હોવાથી અન્યત્રલૂપ્ત નથી. તેથી વિવક્ષિત સ્થળે પણ ઘટ પ્રત્યે અન્યથાસિદ્ધ થઈ ગયો.
પણ આ વ્યાખ્યાને અનુસરીએ તો પ્રત્યક્ષ પ્રત્યે મહત્ત્વની જેમ અનેકદ્રવ્યવસ્વને પણ કારણ માનવું જ પડે, કારણ કે એ પણ અન્યત્રલૂમ તો છે જ. પણ “અવશ્યલૂમ' કહેવાથી એમાં લઘુત્વે સતિ' વિશેષણ હોવાના કારણે મહત્ત્વ જ કારણ બને છે, અનેકદ્રવ્યવસ્વ અન્યથાસિદ્ધ.
આનાથી ઊલટું માનવામાં કોણ વિનિગમક? તો કે (શરીરકૃત) લાઘવ. અનેકદ્રવ્યવત્ત્વને કારણ માનવામાં